Year Ender 2023 Top 10 Tax Saving Funds: મ્યુચ્યુઅલ ફંડ્સ શેરબજારમાં રોકાણ માટે સૌથી વધુ પસંદગીના વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં જ્યારે માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, ત્યારે રોકાણકારો બજારનું ઉત્તમ વળતર મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષાઈ રહ્યા છે.


ટેક્સ બચાવનારા મ્યુચ્યુઅલ ફંડ


હાલમાં બજારમાં ઘણા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ ઉપલબ્ધ છે. રોકાણકારો તેમની પસંદગી મુજબ યોગ્ય યોજના પસંદ કરી શકે છે. આ પૈકી ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સ ખાસ કરીને આકર્ષક વિકલ્પ બની રહ્યા છે. આમાં રોકાણકારોને માત્ર ઊંચા વળતરનો લાભ જ મળતો નથી તેમને કર બચતની તક પણ મળે છે. આ ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સને ELSS ફંડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.


શેરબજારે ઘણા રેકોર્ડ બનાવ્યા


વર્ષ 2023 વિશે વાત કરીએ તો, આ વર્ષ માત્ર શેરબજાર માટે ઐતિહાસિક સાબિત થયું નથી, પરંતુ ટેક્સ સેવિંગ ફંડ્સે પણ આ વર્ષ દરમિયાન ઉત્તમ વળતર આપ્યું છે. બજાર પર નજર કરીએ તો 2023 ઘણા નવા રેકોર્ડ્સનું વર્ષ સાબિત થયું છે. વર્ષ દરમિયાન નિફ્ટી અને સેન્સેક્સ બંનેએ સતત નવા ઊંચા સ્તરો નોંધાવ્યા હતા. જ્યારે નિફ્ટી પ્રથમ વખત 21 હજાર પોઈન્ટનું સ્તર પાર કરવામાં સફળ રહ્યો હતો, તો સેન્સેક્સે 70 હજાર પોઈન્ટની ટોચ જોઈ હતી.


બેન્ચમાર્ક કરતાં 3 ગણું વધુ વળતર


ટેક્સ સેવિંગ ફંડ્સ પણ આ રેસમાં પાછળ નથી. 2023 દરમિયાન ટોચના ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સે તેમના સબ્સ્ક્રાઇબર્સને 45 ટકા સુધીનું ઉત્તમ વળતર આપ્યું છે. આ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી કરતાં અનેક ગણું વધારે છે. આ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 13.71 ટકા અને 14.89 ટકા વળતર આપ્યું છે.


વર્ષ 2023માં ટોપ-10 ટેક્સ સેવિંગ ફંડ્સનું વળતર (YTD):


સુંદરમ લોંગ ટર્મ ટેક્સ એડવાન્ટેજ ફંડ: 44.36 ટકા


SBI લોંગ ટર્મ ઈક્વિટી ફંડ: 34.91 ટકા


ITI ELSS ટેક્સ સેવર ફંડ: 34.67 ટકા


SBI લોંગ ટર્મ એડવાન્ટેજ ફંડ: 34.23 ટકા


મોતીલાલ ઓસ્વાલ ELSS ટેક્સ સેવર ફંડ: 34.05 ટકા


બેન્ક ઓફ ઈન્ડિયા ટેક્સ એડવાન્ટેજ ફંડ: 32.18 ટકા


સેમકો ELSS ટેક્સ સેવર ફંડ: 31.41 ટકા


વ્હાઇટઓક કેપિટલ ELSS ટેક્સ સેવર ફંડ: 30.55 ટકા


HDFC ELSS ટેક્સ સેવર: 30.39 ટકા


બેન્ક ઓફ ઈન્ડિયા મિડકેપ ટેક્સ ફંડ: 30.36 ટકા


ડિસ્ક્લેમરઃ અહીં આપેલી માહિતી ફક્ત સૂચના હેતુ માટે આપવામાં આવી રહી છે. અહી ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABP અસ્મિતા ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની અહી સલાહ આપતી નથી.