મુંબઈ: 1 ઓક્ટોબરનો દિવસ યસ બેંકના શેર માટે ‘અમંગળ’ સાબિત થયો હતો. આ દિવસે યસ બેંકનો શેર 22 ટકાથી વધારે તૂટીને સૌથી નિમ્ન સ્તર પર એટલે કે 32 રૂપિયા પ્રતિ શેરનાં સ્તર પર બંધ રહ્યો હતો. આ દિવસે એક સમયે તો શેર 23 ટકા સુધી ઘટીને 29.05 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો.

પરંતુ તે દિવસ બાદ આજના દિવસ સુધી યસ બેંકે પાછળ ફરીને જોયું નથી. સતત દરરોજ યસ બેંકના શેરમાં મજબૂતી જોવા મળી રહી છે અને 11 નવેમ્બરે યસ બેંકના એક શેરની કિંમત 72.90 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

આમ તો યસ બેંકની ગણતરી પ્રાઈવેટ ક્ષેત્રની આક્રમક બેંકોમાં થાય છે જે બજારમાં સરેરાશ કરતાં વધારે વ્યાજ આપી રહી છે. ફટાફટ એકાઉન્ટ ઓપન કરી આપે છે પરંતુ અચાનક બેંક પર થોડા મહિના પહેલાં રોકાણકારો કંઈ સમજે તે પહેલાં જ બેંકના શેર ધડામ લઈને નીચે પડી ગયા હતા.