નોઈડા સ્થિત યસ મેડમ (YesMadam Layoffs) કંપની અચાનક વિવાદમાં આવી ગઈ છે. વિવાદ એટલો વધી ગયો છે કે ગૂગલ પર યસ મેડમ જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. વાસ્તવમાં, કંપની પર 100 કર્મચારીઓને ફક્ત એટલા માટે કાઢી નાખવાનો આરોપ છે કારણ કે તેઓએ કાર્યસ્થળ પર તણાવ હોવાનું સ્વીકાર્યું હતું. આ મામલે સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેને 'ટોક્સિક વર્ક કલ્ચર'નું ઉદાહરણ ગણાવીને ઘણા લોકોએ આ પગલાને અમાનવીય ગણાવ્યું છે.
શું છે સમગ્ર મામલો ?
યસ મેડમ (YesMadam Layoffs) એ તાજેતરમાં તેના કર્મચારીઓ વચ્ચે તણાવ સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં કર્મચારીઓને તેમની માનસિક સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું હતું. જે કર્મચારીઓએ તણાવમાં હોવાની જાણ કરી હતી તેમને ઈમેલ દ્વારા તેમની નોકરી સમાપ્તિની જાણ કરવામાં આવી હતી. કંપની દ્વારા મોકલવામાં આવેલા એક ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે કામના સકારાત્મક વાતાવરણને જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યસ મેડમના UX કોપીરાઈટર અનુષ્કા દત્તાએ આ ઈમેલનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે લખ્યું, "અમે અમારી ચિંતાઓ શેર કરી અને કંપનીએ અમને કાઢી મૂક્યા,"
શું લખ્યું હતું મેઈલમાં ?
યસ મેડમની એચઆર ટીમે મેઈલમાં લખ્યું – “અમે કાર્યસ્થળ પર તણાવ શોધવા માટે એક સર્વે કર્યો. તમારી ચિંતાઓને ધ્યાનમાં રાખીને અને તંદુરસ્ત કાર્ય વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે અમે એવા કર્મચારીઓને અલગ કરવાનો નિર્ણય લીધો છે જેમણે તેમનો તણાવ વ્યક્ત કર્યો છે. આ પગલું તરત જ અમલમાં આવશે." સૌથી મોટી વાત એ છે કે આ મેઈલમાં કંપનીના કો-ફાઉન્ડર મયંક આર્ય પણ સામેલ હતા.
ઇન્ટરનેટ પર લોકોનો અભિપ્રાય
ઘણા LinkedIn યૂઝર્સ આ પગલાની આકરી ટીકા કરી હતી. એક યુઝરે લખ્યું, "તણાવગ્રસ્ત કર્મચારીઓને કાઢી મૂકવા એ તેમની સમસ્યાઓનો ઉકેલ નથી." અનુષ્કા દત્તાએ લખ્યું, "યસ મેડમ પર, કર્મચારીઓને એવી રીતે કાઢી મૂકવામાં આવ્યા કે જાણે તેઓ માણસો ન હોય, માત્ર આંકડાઓ હોય." જ્યારે કેટલાક લોકો તેને PR સ્ટંટ કહી રહ્યા છે, તો અન્ય લોકો તેને 'ટોક્સિક વર્ક કલ્ચર'નું ઉદાહરણ માને છે. જો કે આ અંગે હજુ સુધી યસ મેડમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
યસ મેડમ શું છે (YesMadam Layoffs)
મયંક આર્યએ 2016માં યસ મેડમની સ્થાપના કરી હતી. કંપનીનો ઉદ્દેશ્ય મહિલાઓને સૌંદર્ય અને સુખાકારી સેવાઓ તેમના ઘરઆંગણે લાવીને સશક્તિકરણ કરવાનો છે. હાલમાં યસ મેડમ 50 થી વધુ શહેરોમાં સક્રિય છે.
Jio ના કરોડો યૂઝર્સ માટે 84 દિવસનો સૌથી સસ્તો પ્લાન, 2GB ડેટા સાથે મળશે આ ગજબના ફાયદા