મુંબઈઃ હાલમાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઘણા લોકો સોનામાં રોકાણ કરવા માટે આકર્ષાયા છે. સોનામાં રોકાણ કરવાના વિવિધ વિકલ્પો છે. તમે ખરીદેલા સોના પર કોઇ આવક થતી નથી અને તેને સલામત રાખવાની સતત ચિંતા રહે છે. જો કે સરકારની ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરીને તમે આવક મેળવી શકો છો. સોનાના ભાવમાં થયેલા વધારાનો તથા તેના પર વ્યાજ મેળવવા માટે આ વિકલ્પની વિચારણા કરી શકો છો.
આ સ્કીમ શું છે
ભારત સરકારે સોવરિન ગોલ્ડ સ્કીમની શરૂઆતમાં નવેમ્બર 2015માં કરી હતી. પરંપરાગત રીતે ભારતના લોકો જ્વેલરી, સોનાના ચોરસા, સોનાના સિક્કા જેવા ફિઝિકલ સોનાની ખરીદી કરતા હોય છે. લોકો આવા ફિઝિકલ સોનાની ખરીદીની જગ્યાએ ગોલ્ડ આધારિત બોન્ડમાં રોકાણ કરે તેવા હેતુ સાથે સરકારે આ સ્કીમ ચાલુ કરી છે. તેમાં સરકાર બોન્ડના સ્વરૂપમાં એક સર્ટિફિકેટ આપે છે. રોકાણકારોએ બોન્ડનો ઇશ્યૂ ભાવ ચુકવવો પડે છે. બોન્ડના વેચાણ સમયે નાણા પરત મળે છે.
કોણ રોકાણ કરી શકે
વિવિધ લાભ અને ઓછા નિયંત્રણોને કારણે સોવરિન ગોલ્ડ બોન્ડ બજારની એક નફાકારક સ્કીમ છે. બીજા રોકાણ સાધનોમાં રોકાણ કરીને જોખમ લેવા ન માગતા રોકાણકારો તેમાં રોકાણ કરીને વળતર મેળવી શકે છે. રોકાણમાં વિવિધતા લાવવા માગતા લોકો પણ આવા બોન્ડમાં રોકાણ કરી શકે છે. ભારતના નાગરિકો, હિન્દુ અવિભક્ત કુટુંબ, ટ્રસ્ટ, યુનિવર્સિટી કે ચેરિટેબલ ટ્રસ્ટ તેમાં રોકાણ કરી શકે છે.
રોકાણ કેવી રીતે કરવું
બેન્ક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સરકારે નિયુક્ત કરેલી પોસ્ટ ઓફિસ, નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (બીએસઇ) આ બોન્ડનું વેચાણ કરે છે. 2020માં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન છ હપતામાં આવા બોન્ડ ઇશ્યૂ કરવામાં આવશે. ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માટે તમારે ઇશ્યૂકર્તા બેન્ક કે પોસ્ટ ઓફિસમાં જઈને એક ફોર્મ ભરવાનું હોય છે. તમે રિઝર્વ બેન્કની વેબસાઇટ પરથી અરજીફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
લઘુતમ રોકાણ
ગોલ્ડ બોન્ડમાં સોનાના એક ગ્રામના મૂલ્ય જેટલું લઘુતમ રોકાણ કરી શકાય છે. તેમાં એક નાણાકીય વર્ષ દરમિયાન વધુમાં 500 ગ્રામ સોના જેટલું રોકાણ કરી શકાય છે. મહત્તમ રોકાણ માટે સેલ્ફ ડિક્લેરેશન આપવું પડે છે.
ઇશ્યૂ ભાવ
બોન્ડના ભાવ ભારતના રૂપિયામાં હોય છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન દ્વારા જાહેર કરવામાં આવતા 999 શુદ્દતાના સોનાના બંધ ભાવના સાપ્તાહિક સરેરાશ ભાવ મુજબ આ બોન્ડનો ભાવ નક્કી કરવામાં આવે છે. આનો
વ્યાજદર
રોકાણકારોને વાર્ષિક 2.50ના ટકા વ્યાજ મળે છે. રોકાણકારો અર્ધવાર્ષિક ધોરણે વ્યાજની રકમ લઈ શકે છે. ગોલ્ડ બોન્ડને બેન્કમાં જામીન તરીકે મુકીને લોન પણ મેળવી શકાય છે. ગોલ્ડ બોન્ડની મૂલ્યના સંદર્ભમાં લોન આપવામાં આવે છે.
મુદત
ગોલ્ડ બોન્ડની મુદત આઠ વર્ષની હોય છે. વ્યાજદરની ચુકવણીની તારીખે પાંચમાં વર્ષે રકમ ઉપાડી શકાય છે. ગોલ્ડ બોન્ડનું વેચાણ કરો ત્યારે તે સમયને ભાવ મુજબ તમને રોકાણની રકમ પાછી મળે છે.
સ્કીમના લાભ
આ સ્કીમના અનેક લાભ છે. આવા બોન્ડને બેન્કમાં ગીરો મુકીને લોન લઈ શકાય છે. વધુમાં 20,000ની કેશ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક કે ઇ-બેન્કિંગથી તેમાં રોકાણ કરી શકાય છે. બોન્ડની ડિમેટમાં તબદિલ કરી શકાય છે. ગોલ્ડ બોન્ડમાં ટેક્સ લાગતો નથી