Umang App: ઉમંગ એપ એક એવી એપ છે, જે તમને પ્રૉવિડન્ડ ફન્ડ રાખવામાં આવેલા પૈસા પણ કાઢવામાં મદદ કરે છે, અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે બતાવી રહ્યાં છીએ. પ્રૉવિડન્ડ ફન્ડ રાખવામાં આવેલા પૈસા, અચાનક પૈસાની જરૂર પડે ત્યારે બહુ જ કામ આવી શકે છે. આજે અમે તમને કેટલાક આસાન સ્ટેપ્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેના દ્વારા તમે ઉમંગ એપ દ્વારા આસાનીથી પ્રૉવિડન્ડ ફન્ડ એકાઉન્ટમાં જમા પૈસાને વિડ્રૉલ કરી શકો છો. 


Umang Appથી થશે તમારુ કામ - 


ઉમંગ એપ દ્વારા તમારે પ્રૉવિડન્ડ ફન્ડનુ બેલેન્સ ચેક કરવાનુ હોય, UANને એક્ટિવેટ કરવાનુ વગેરે કામ એકદમ આસાનીથી કરી શકો છો. જાણો ઉમંગ એપ દ્વારા તમે પ્રૉવિડન્ડ ફન્ડના પૈસા કઇ રીતે કાઢી શકો છે.


Umang Appની પ્રૉસેસ - 


પૈસા કાઢવા માટે સૌથી પહેલા તમે ઉમંગ એપને ઓપન કરો. આ પછી આમાં EPFO સર્વિસના ઓપ્શન પર ક્લિક કરો. આ પછી Employee centricનો ઓપ્શન પસંદ કરો. 


આ પછી Raise Claimના ઓપ્શન પર ક્લિક કરો. આ પછી EPF UAN નંબર આમાં નોંધો. આ પછી પોતાનો Registered મોબાઇલ નંબર અને OTP નાંખો. 


આ પછી Withdrawal ઓપ્શનને પસંદ કરો. આ પછી પોતાના ક્લેમ સ્ટેટસને ચેક કરો, આ પછી તમે આસાનીથી પ્રૉવિડન્ડ ફન્ડ ખાતામાંથી પૈસા કાઢી શકો છો. EPFOની ઓફિસમાં ગયા વિના તમારુ કામ ઘરે બેઠા થઇ જશે. 


 


EPFO Rules Update: સ્વ-રોજગાર માટે પણ EPF ખાતું ખોલવામાં આવશે, ટૂંક સમયમાં નિયમોમાં થશે ફેરફાર!


EPFO Rules: શું તમે 20 થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીમાં કામ કરો છો? શું તમે સ્વ-રોજગાર છો? તો જલ્દી જ તમને સારા સમાચાર મળવાના છે. તમે નોકરી કરતા લોકોની જેમ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) માં પણ ખાતું ખોલાવી શકો છો. વાસ્તવમાં EPFO ​​એ સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તમામ લોકોને EPFO ​​સાથે જોડવાનો અને સ્વ-રોજગાર ધરાવતા લોકો માટે EPF ખાતું ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ માટે, EPFOએ 15,000 રૂપિયાની પગાર મર્યાદા નાબૂદ કરવા અને 20 થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીના કર્મચારીઓના EPF ખાતું ખોલવાના નિયમને દૂર કરવાનું સૂચન કર્યું છે.


જો તમે સ્વ-રોજગાર હોવ તો પણ EPF ખાતું ખુલશે!


વાસ્તવમાં, હાલમાં, EPF ખાતું ખોલવા માટે, ઓછામાં ઓછા 15,000 રૂપિયાનો પગાર હોવો જરૂરી છે. ઉપરાંત, તે જ કંપનીના કર્મચારીનું EPF એકાઉન્ટ ખોલી શકાય છે જ્યાં ઓછામાં ઓછા 20 કર્મચારીઓ કામ કરે છે. પરંતુ આ નિયમમાં સુધારો કર્યા બાદ સ્વ-રોજગાર ધરાવતા લોકો પણ EPF ખાતું ખોલાવી શકશે. તેથી સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તમામ કર્મચારીઓ, જો કંપનીમાં 20થી ઓછા કર્મચારીઓ હોય તો પણ નિયમમાં સુધારા પછી તેમનું EPF ખાતું ખોલી શકાશે. આ સાથે સ્વ-રોજગાર ધરાવતા લોકો પણ તેમનું EPF ખાતું ખોલાવી શકશે. EPFO આ પ્રસ્તાવ અંગે હિતધારકો ઉપરાંત રાજ્ય સરકારો સાથે વાતચીત કરી રહ્યું છે.


EPF ખાતાધારકોની સંખ્યા વધશે!









સામાજિક સુરક્ષા યોજનામાં નોંધણી વધશે!


તમને જણાવી દઈએ કે EPFO ​​ખાતાધારકોને EPF, કર્મચારી પેન્શન યોજના દ્વારા પ્રોવિડન્ટ ફંડ દ્વારા પેન્શન ઉપરાંત કર્મચારીઓની ડિપોઝિટ લિંક્ડ વીમા યોજના માટે વીમા લાભો પ્રદાન કરે છે. સામાજિક સુરક્ષા કોડ 2020 માં સંગઠિત ક્ષેત્રના કામદારો, ગીગ અને પ્લેટફોર્મ કામદારોને ESIC અને EPFO ​​ના નિવૃત્તિ લાભો પ્રદાન કરવાની પણ જોગવાઈ છે. આ માટે નોટિફિકેશન દ્વારા જરૂરી સુધારા કરવા જણાવવામાં આવ્યું છે.