સ્વિગી (Swiggy)  અને ઝોમેટો (Zomato) ના ગ્રાહકોને ઝટકો લાગ્યો છે. બંન્ને કંપનીઓએ પ્લેટફોર્મ ફી વધારી દીધી છે. બંને કંપનીઓએ આ જાણકારી આપી છે. પ્લેટફોર્મ ફીમાં વધારા બાદ હવે આ પ્લેટફોર્મ પરથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘુ થઈ ગયું છે. નોંધનીય છે કે કંપનીઓએ પ્લેટફોર્મ ફીમાં 20 ટકાનો વધારો કર્યો છે. મતલબ કે હવે પ્લેટફોર્મ ફી 6 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ પ્લેટફોર્મ ફી 5 રૂપિયા હતી. કંપનીએ ગયા વર્ષથી જ પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું.






કંપનીઓ માટે પ્લેટફોર્મ ફી શા માટે મહત્વપૂર્ણ છે


કંપની તેની એકંદર આવક અને નફો વધારવા માટે ગ્રાહકો પાસેથી પ્લેટફોર્મ ફી વસૂલે છે. આ વર્ષે જાન્યુઆરીમાં સ્વિગીએ તેના કેટલાક યુઝર્સ માટે પ્લેટફોર્મ ફી વધારીને 10 રૂપિયા કરી હતી, જ્યારે કેટલાક યુઝર્સ પાસેથી 7 રૂપિયાની ફી લેવામાં આવી રહી હતી. જોકે, વાસ્તવમાં ફાઇનલ પેમેન્ટ સમયે તમામ યુઝર્સ પાસેથી 5 રૂપિયાની ફી વસૂલવામાં આવી હતી.


કેપિટલ માઇન્ડના સીઇઓ દીપક શેનોયે પ્લેટફોર્મ ફીમાં વધારા અંગે પ્રતિક્રિયા આપી હતી. દીપક શેનોયે તેમની પોસ્ટમાં કહ્યું કે મેં મારી જાતને સ્વિગી અને ઝોમેટોથી દૂર કરી છે અને હું આમ કરીને ખુશ છું.


ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, Zomatoના ફાઉન્ડર અને CEO દીપેન્દ્ર ગોયલની નેટવર્થ 1.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ સાથે ગોયલ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 2173મા સ્થાને પહોંચી ગયા છે.


Zomato અને Swiggy બંનેએ ઓર્ડર દીઠ 2 રૂપિયાના ચાર્જ સાથે શરૂઆત કરી હતી. પરંતુ કંપનીઓ ધીરે ધીરે ફી વધારી રહી છે. આવી સ્થિતિમાં આ પ્લેટફોર્મ્સ પરથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે તમારે તમારા ખિસ્સામાંથી કેટલો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.