નડિયાદ પાસે એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં ભયંકર અકસ્માત સર્જાયો છે. બિલોદરા બ્રિજ પાસે કાર- ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મૃત્યુ થયા છે જ્યારે  બે ઈજાગ્રસ્ત થયા છે.ટાયર ફાટતા બેકાબૂ બનેલી કાર ડિવાઈડર કૂદી રોંગસાઈડમાં ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં  પાંચ વ્યકિત સવાર હતા. જેમાંથી  પૈકી એક મહિલા અને બે પુરૂષના મૃત્યુ થયા છે. અકસ્માતના પગલે નડિયાદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમે ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસ હાથ ધર્યો છે.તમામ મૃતકોના મૃતદેહને નડિયાદ સરકારી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યાં છે