દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાંથી માર્શલ લો હટાવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિએ રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે આ માહિતી આપી હતી. વાસ્તવમાં સંસદમાં ભારે વિરોધ બાદ તેને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે શાસક અને વિપક્ષ બંને પક્ષોના 300 માંથી 190 સાંસદોએ માર્શલ લોને  અસ્વીકાર કરવા માટે  સર્વસંમતિથી મતદાન કર્યું. જે બાદ માર્શલ લો હટાવવો પડ્યો હતો.






છેલ્લી વખત દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ 1980માં વિદ્યાર્થીઓ અને મજૂર સંગઠનોની આગેવાની હેઠળના રાષ્ટ્રવ્યાપી બળવા દરમિયાન માર્શલ લૉ જાહેર કર્યો હતો.


રાષ્ટ્રપતિના નિર્ણયનો ભારે વિરોધ થયો હતો


નોંધનીય છે કે વિપક્ષી પાર્ટીઓ અને શાસક પક્ષના નેતાઓ પણ રાષ્ટ્રપતિના માર્શલ લૉ લગાવવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. યુન સુક-યોલના આ નિર્ણયનો તેમની જ પાર્ટીના નેતા હૈન ડોંગ-હૂને સખત વિરોધ કર્યો હતો. હૂને સંસદમાં માર્શલ લો વિરુદ્ધ મતદાનમાં પણ ભાગ લીધો હતો.


રાષ્ટ્રપતિએ માર્શલ લૉ કેમ લગાવ્યો?


દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે મંગળવારે વિરોધ પક્ષો પર સરકારને નબળી બનાવવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ રાખવા અને દેશની બંધારણીય વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવતા દેશમાં 'ઇમરજન્સી માર્શલ લો'ની જાહેરાત કરી હતી. તેમણે રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં આ જાહેરાત કરી હતી.


રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે પોતાના સંબોધનમાં કહ્યું, 'હું દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયાના સામ્યવાદી દળો દ્વારા ઉભા કરવામાં આવેલા જોખમોથી બચાવવા અને રાષ્ટ્રવિરોધી તત્વોને ખતમ કરવા ઈમરજન્સી માર્શલ લો જાહેર કરું છું.' તેમણે દેશની સ્વતંત્ર અને બંધારણીય વ્યવસ્થાની રક્ષા માટે તેને જરૂરી ગણાવ્યું હતું. આગામી વર્ષના બજેટને લઈને યુનની પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ આ જાહેરાત કરવામાં આવી છે.


રાષ્ટ્રપતિના નિર્ણયનો ભારે વિરોધ થયો હતો


સાઉથ કોરિયામાં માર્શલ લો લાગુ થયા બાદ તણાવ વધ્યો હતો. સંસદની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી. વિરોધ પક્ષો અને શાસક સાંસદોએ પણ તેનો વિરોધ કર્યો હતો. સેંકડો વિરોધીઓ અને મીડિયાકર્મીઓ સંસદની બહાર એકઠા થયા હતા, તેઓએ વિરોધમાં દક્ષિણ કોરિયાનો ધ્વજ લહેરાવ્યો હતો અને દક્ષિણ કોરિયાના વિરોધ પક્ષના નેતાએ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની માર્શલ લોની જાહેરાતને 'ગેરબંધારણીય' ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પગલું દેશના બંધારણની વિરુદ્ધ છે અને લોકતાંત્રિક પ્રક્રિયાઓને નબળી પાડે છે.


'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?