Air India-Vistara Merger:કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ટાટા ગ્રૂપની એવિએશન કંપનીઓ એર ઈન્ડિયા અને વિસ્તારાના વિલીનીકરણ માટે મંજૂરી આપી દીધી છે. જો કે, આ પરવાનગી અમુક શરતોને આધીન છે. વિસ્તારાના વિલીનીકરણ બાદ એર ઈન્ડિયા હવે દેશની બીજી સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન અને સૌથી મોટી ઈન્ટરનેશનલ એરલાઈન બની ગઈ છે.






ઉલ્લેખનિય છે કે,  વિસ્તારા એરલાઈન્સને ટાટા એસઆઈએ એરલાઈન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ટાટા સન્સ અને સિંગાપોર એરલાઈન્સનું સંયુક્ત સાહસ છે. એર ઈન્ડિયા અને વિસ્તારા વચ્ચે ચાર મહિના પહેલા ઈન્ટરલાઈન ભાગીદારી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.


ચાર મહિના પહેલા એર ઈન્ડિયાએ વિસ્તારા એરલાઈન્સ સાથે ઈન્ટરલાઈન ભાગીદારી કરી હતી. આ ભાગીદારી હેઠળ, પ્રસ્થાનના પ્રથમ બિંદુએ બંને એરલાઇન્સ માટે સમગ્ર પ્રવાસ માટેના બોર્ડિંગ પાસ ઉપલબ્ધ થશે. તમે તમારા પ્રથમ પોઈન્ટ પર તમારા સામાનને પણ ચેક-ઈન કરી શકશો,


એર ઈન્ડિયા અને વિસ્તારાનું મર્જર 2024 સુધીમાં થઈ જશે
એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સ 2024 સુધીમાં મર્જ થઈ જશે. નવી ફર્મમાં ટાટા 74.9% અને સિંગાપોર એરલાઈન્સ (SIA) 25.1% હિસ્સો ધરાવે છે. નવી પેઢીનું નામ AI-વિસ્તારા-AI એક્સપ્રેસ-એરએશિયા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (AAIPL) રાખવામાં આવશે. ટાટા સન્સ અને SIAએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 2024 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.


એર ઈન્ડિયા અને વિસ્તારા પાસે કુલ 218 વાઈડબોડી અને નેરોબોડી એરક્રાફ્ટ છે, જે 38 આંતરરાષ્ટ્રીય અને 52 સ્થાનિક સ્થળોએ સેવા આપે છે. વિસ્તારા એ ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ લિમિટેડ વચ્ચેનું 51:49નું સંયુક્ત સાહસ છે.તેની સ્થાપના 2013 માં કરવામાં આવી હતી અને તે મધ્ય પૂર્વ, એશિયા અને યુરોપમાં આંતરરાષ્ટ્રીય કામગીરી સાથે ભારતની અગ્રણી સંપૂર્ણ સેવા વાહક છે. મર્જર પછી, એર ઈન્ડિયા એકમાત્ર ભારતીય એરલાઈન જૂથ હશે, જે સંપૂર્ણ સેવા અને ઓછી કિંમતની પેસેન્જર સેવા બંનેનું સંચાલન કરશે.