દાહોદ: દાહોદ  જિલ્લામાં વરસાદ ખેંચતા ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી છે.  મકાઈ, ડાંગર સહીત વિવિધ  પાક  બગડવાની ભીતિ છે.  દાહોદ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો અને અહીંના ખેડૂતો ખેતી અને મજૂરીથી પોતાનો ગુજરાન  ચલાવતા હોય છે ત્યારે અહીં મુખ્યત્વે ઘઉં મકાઈ ડાંગર સહિતના પાક ખેડૂતો લેતા હોય છે ત્યારે વરસાદ આધારિત ખેતી પણ અહીંના ખેડૂતો કરતા હોય છે ત્યારે દાહોદ  જિલ્લામાં  ખેડૂતો વરસાદ ખેંચાતા  ચિંતિત તેમજ  હાલાકીનો સામનો કરવો પડે છે. 


ચોમાસાની શરૂઆત થતાની સાથે જ  જિલ્લામાં પ્રથમ તબક્કામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.  જેથી ખેડૂતોમાં વરસાદ આવતાની સાથે જ વાવેતર કરવાની આશા જાગી હતી.   સારા વરસાદને લઈને ખેડૂતોએ  વાવણી કરી અને સારા પાક માટેની  તૈયારી  કરવામાં આવી હતી.  જોકે  હાલ છેલ્લા 15 થી 20 દિવસમાં વરસાદ ન પડતા અને વરસાદ ખેંચાતા  ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે.  પોતાના ખેતરમાં કરેલા મકાઈ ડાંગરના પાક જો વરસાદ હજુ લાંબુ ખેંચાય તો તે ખરાબ થવાની ભીતિ  ખેડૂતોને સતાવી રહી છે. 


દાહોદ સહિત જિલ્લાના ખેડૂતો વહેલી તકે મેઘરાજા વર્ષે તેવી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા થાય તેવી પણ માંગ કરી રહ્યા છે.  મેઘરાજાની રાહ જોઈને બેસેલા ખેડૂતોમાં નુકશાન થવાની ભીતિ  જોવા મળી રહી છે.  ખેડૂત કમલસિંહ ભાઈએ સાત એકર જમીનમાં ડાંગરની ખેતી કરી હતી અને બે વીઘામાં મકાઈ  જેનો ખર્ચ 30 થી 40 હજાર આવ્યો હતો. હવે વરસાદ ન આવતા પાક નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા  મકાઈ પણ ચોટવા લાગતા ઈયળ પડતા જો વરસાદ ન આવે તો નુકસાની થવાની ભીતિ સતાવી રહી છે.


રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી


રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે.  દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે.  સુરત, વલસાડ, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.  તાપમાનમાં 1 થી 2 ડીગ્રીનો વધારો થઈ શકે છે.  


દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. વલસાડ, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અલ નીનોની અસરને કારણે વરસાદી પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો છે.