ગુજરાતમાં કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર આવી હરકતમાં, જાણો શું છે સમાચાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Feb 2021 04:29 PM (IST)
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેબિનેટ સેક્રેટરીએ રાજ્યના ચીફ સેક્રેટરીઓ સાથે બેઠક બોલાવી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, જમ્મુ કશ્મીર, અને કેન્દ્રશાસિત પ્રદેશોના સેક્રેટરી સાથે બોલાવી બેઠક હતી.
(પ્રતિકાત્મક તસવીર)
દિલ્લીઃ ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસોમાં ઉછાળો થી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેબિનેટ સેક્રેટરીએ રાજ્યના ચીફ સેક્રેટરીઓ સાથે બેઠક બોલાવી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, જમ્મુ કશ્મીર, અને કેન્દ્રશાસિત પ્રદેશોના સેક્રેટરી સાથે બોલાવી બેઠક હતી. કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ આ હાઈલેવલ બેઠક બોલાવી હતી. બેઠકમાં ગત અઠવાડિયામાં આવેલા કોરોનાના નવા કેસોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પગલા ભરવાની સલાહ આપવામાં આવી છે. જેથી ગયા વર્ષે કોરોનાને રોકવા કરેલી મહેનત એળે ન જાય.