Ram Mandir Inauguration: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને કેન્દ્ર સરકારે સરકારી કાર્યલયમાં 22 જાન્યુઆરે અડધા દિવસની રજા જાહેર કરી છે.
રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને પૂરજોશમાં ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે (18 જાન્યુઆરી) એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકના દિવસે સરકારી કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. તેમણે કહ્યું કે આ નિર્ણય જનતાની લાગણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
સરકારે પોતાના આદેશમાં કહ્યું, "અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી, 2024 ના રોજ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવશે." કર્મચારીઓને ઉત્સવમાં ભાગ લેવા સક્ષમ બનાવવા માટે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે.
રામ મંદિરમાં નવી મૂર્તિની થશે સ્થાપના તો 500 વર્ષથી ટેન્ટમાં બિરાજમાન પ્રાચીન પ્રતિમાનું શું થશે?
Ram Mandir pran pratisha :અયોધ્યામાં રામ લલાનું ભવ્ય મંદિર તૈયાર થઇ રહ્યું છે. ગઇ કાલે રામ લલાની મૂર્તિને રામજન્મભૂમિ સંકુલની યાત્રા પર લઈ જવામાં આવી હતી આજે આવતીકાલે એટલે કે 18 જાન્યુઆરીએ રામ લલ્લા ગર્ભગૃહમાં પ્રવેશ કરશે.
ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં વૈદિક મંત્રોના જાપ સાથે રામ લલ્લાના અભિષેકની વિધિનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો છે. રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ થશે. આજે જ રામલલા પોતાના નવનિર્મિત રામ મંદિરમાં પ્રવેશ કર્યો. ઉલ્લેખનિય છે કે, રામ મંદિરમાં રામલલાના અભિષેક માટે નવી મૂર્તિ બનાવવામાં આવી છે, જેમાં 5 વર્ષના બાળકનું રૂપ જોવા મળે છે. હવે સવાલ એ થાય છે કે જ્યારે રામલાલની નવી મૂર્તિ ગર્ભગૃહમાં મૂકવામાં આવશે તો વર્ષોથી તંબુમાં રહેલી રામલાલની મૂર્તિનું શું થશે.
પ્રાચીન મૂર્તિનું શું થશે?
હાલની મૂર્તિ મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. રામલલાની નવી મૂર્તિને અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવી છે. ટેમ્પલ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તાજેતરમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે નવી મૂર્તિ ગર્ભ ગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે તો પ્રાચીન મૂર્તિનું પણ તેની સાથે સ્થાપન કરવામાં આવી છે. ટેન્ટમાં બિરાજમાન આ મૂર્તિનું પણ મંદિરના ગર્ભ ગૃહમાં જ સ્વાગત કરવામાં આવ્યું છે. ટૂંકમાં બંને પ્રાચીન અને નવી મૂર્તિ મંદિરના ગર્ભ ગૃહમાં સ્થાપિત રહેશે.