Ram Mandir pran pratisha:Ram Mandir pran pratisha :અયોધ્યામાં રામ લલાનું ભવ્ય  મંદિર તૈયાર થઇ રહ્યું છે. ગઇ કાલે રામ લલાની મૂર્તિને રામજન્મભૂમિ સંકુલની યાત્રા પર લઈ જવામાં આવી હતી આજે આવતીકાલે એટલે કે 18 જાન્યુઆરીએ રામ લલ્લા ગર્ભગૃહમાં પ્રવેશ કરશે.


ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં વૈદિક મંત્રોના જાપ સાથે રામ લલ્લાના અભિષેકની વિધિનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો છે. રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ થશે.  આજે જ રામલલા પોતાના નવનિર્મિત રામ મંદિરમાં પ્રવેશ કર્યો.  ઉલ્લેખનિય છે કે, રામ મંદિરમાં રામલલાના અભિષેક માટે નવી મૂર્તિ બનાવવામાં આવી છે, જેમાં 5 વર્ષના બાળકનું રૂપ જોવા મળે છે. હવે સવાલ એ થાય છે કે જ્યારે રામલાલની નવી મૂર્તિ ગર્ભગૃહમાં મૂકવામાં આવશે તો વર્ષોથી તંબુમાં રહેલી રામલાલની મૂર્તિનું શું થશે.


પ્રાચીન મૂર્તિનું શું થશે?


હાલની મૂર્તિ  મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં  આવી છે. રામલલાની નવી મૂર્તિને અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવી છે. ટેમ્પલ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તાજેતરમાં આ માહિતી આપી હતી.  તેમણે જણાવ્યું હતું કે, જ્યારે નવી મૂર્તિ ગર્ભ ગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે તો પ્રાચીન મૂર્તિનું પણ તેની સાથે સ્થાપન કરવામાં આવી છે. ટેન્ટમાં બિરાજમાન આ મૂર્તિનું પણ મંદિરના ગર્ભ ગૃહમાં જ  સ્વાગત કરવામાં આવ્યું છે. ટૂંકમાં બંને પ્રાચીન અને નવી મૂર્તિ મંદિરના ગર્ભ ગૃહમાં સ્થાપિત રહેશે.


ચંપત રાયના જણાવ્યા અનુસાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ બપોરે 12:20 વાગ્યે શરૂ થશે.વારાણસીના પૂજારી ગણેશ્વર શાસ્ત્રીએ પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નક્કી કર્યો છે. તે જ સમયે, પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત સમગ્ર વિધિ વારાણસીના લક્ષ્મીકાંત દીક્ષિત દ્વારા કરવામાં આવશે. 16 જાન્યુઆરીથી પૂજા વિધિ શરૂ થઇ ગઇ છે.  22 જાન્યુઆરી સુધી પૂજા વિધિ ચાલુ રહેશે. 22 જાન્યુઆરીએ વિધિવત પૂજા વિધિ સાથે  પ્રાણ પ્રતિષ્ઠા થશે.


નવી મૂર્તિ કેવી છે?


કહેવામાં આવી રહ્યું છે કે, રામલલાની જે પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે તે મકરાના પથ્થરની છે. તેનું અંદાજિત વજન 150 થી 200 કિલોની વચ્ચે હશે. આ પાંચ વર્ષના બાળકનું સ્વરૂપ છે, જેને સ્થાયી પ્રતિમા તરીકે સ્થાપિત કરવામાં આવનાર છે.