Accident :ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારે એક મોટો અકસ્માત સર્જાયો. અહીં અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે અનેક લોકોના મોત થયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી ચમોલીમાં પૂર અને વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બીજી બાજુ બુધવારે જિલ્લામાં અલકનંદા નદીના કિનારે ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે વીજ કરંટ લાગવાથી અનેક લોકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 10 લોકોના મોત થયા છે. તો ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર 24 લોકો હાજર હતા, જેમાંથી લગભગ 10 લોકોના મોત થયા છે. તે જ સમયે, દાઝેલા લોકોને કોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેની મેડિકલ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે રાત્રે અહીં રોકાયેલા કેરટેકરનો ફોન લાગતો ન હતો તો સવારે સંબંધીઓ આવીને શોધખોળ કરી હતી. ત્યારે વીજ કરંટ લાગવાથી કેરટેકરનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. માહિતી મળતાની સાથે જ પરિવારના સભ્યો સાથે ઘણા ગામલોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તે દરમિયાન ફરી એક વાર વીજ કરંટ લાગતા ત્યાં મોજૂગ 10થી વધુ લોકોને અસર થઇ હતી. જેમાંથી 10ના ધટનાસ્થળે જ મોત થયા તો અન્ય દાઝી ગયેલા લોકોને તાબડતોબ જિલ્લ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ચંબામાં એકવાર અચાનક પૂર આવ્યું ત્યારે એક ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. આ વખતે અચાનક આવેલા પૂરની ઘટનાને કારણે ચંબાનો વિસ્તાર પૂરથી ભરાઈ ગયો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે વાદળ ફાટવાના કારણે આ ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી.
દરમિયાન, હિમાચી હવામાન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જારી યલો એલર્ટ વચ્ચે, ચંબામાં ભારે વરસાદ ચાલુ હાલ પણ ચાલું છે. ચંબાના સલોનીમાં અચાનક પૂરના કારણે ભયજનક દ્રશ્યો સર્જાયા છે. સારોલ હાટામાં પણ અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાની માહિતી મળી રહી છે. લોકોએ વહીવટીતંત્ર પાસે સત્વરે રાહત આપવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. આ ઉપરાંત સ્થાનિક પ્રશાસન અને પોલીસ કર્મચારીઓ પણ લોકોને રાહત આપવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર છે. હવામાન કેન્દ્ર શિમલાએ ચંબા, કાંગડા, ઉના, હમીરપુર અને શિમલા જિલ્લાઓ માટે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.