Char dham yatra:ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર કુદરતી કહેર જોવા મળી રહ્યો છે. અહીં  બરફ વર્ષા અને વરસાદના કારણે  પહાડ ધસી પડતાં યાત્રા રોકી દેવાઇ છે. તો કેદારનાથ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ઠંડી અને હાર્ટ એટેકથી 4 તીર્થયાત્રીના મોત થયા છે.


ખરાબ હવામાનને કારણે શ્રીનગર પોલીસે હાલ માટે ચાર ધામ યાત્રાને રોકી દીધી છે. ચાર ધામમાં હિમવર્ષા અને વરસાદના કારણે શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા પર કુદરતી કહેર જોવા મળી રહ્યો છે. અહીં  બરફ વર્ષા અને વરસાદના કારણે  પહાડ ધસી પડતાં યાત્રા રોકી દેવાઇ છે. તો કેદારનાથ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ઠંડી અને હાર્ટ એટેકથી 4 તીર્થયાત્રીના મોત થયા છે.


કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનને કારણે શ્રીનગર પોલીસે સાવચેતીના પગલા તરીકે ચારધામ યાત્રાને રોકી દીધી છે. શ્રીનગરના એસએચઓ રવિ સૈનીએ જણાવ્યું કે, યાત્રીઓ માટે શ્રીનગરમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. જ્યારે હવામાન સાફ થાય ત્યારે મુસાફરો ફરી યાત્રા કરી શકશે.  ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પહાડનો કાટમાળ રસ્તા પર આવી ગયો. માહિતી આપતા ચમોલી પોલીસે જણાવ્યું કે, કોતવાલી ચમોલી વિસ્તારના બાજપુરમાં પહાડી પરથી કાટમાળ આવવાને કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆર, યુપી, રાજસ્થાન સહિત દેશના અન્ય રાજ્યોમાંથી ચારધામ જતા યાત્રિકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે.


કેદારનાથમાં હિમવર્ષા






કેદારનાથ ધામમાં છેલ્લા 12 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી ચાર દિવસ સુધી હવામાન ખરાબ રહેશે. ખરાબ હવામાનને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને કારણે વરસાદ અને હિમવર્ષા બાદ યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે, કેદારનાથ કપાટ  25 એપ્રિલે ખોલવામાં આવ્યા હતા. જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખોલવામાં આવ્યા હતા. તો  22 એપ્રિલે ગંગોત્રી-યમુનોત્રી ધામનાકપાટ  ખોલવામાં આવ્યા હતા.


ચાર ધામ યાત્રા માટે 9 ભાષાઓમાં એડવાઈઝરી જારી


હવામાન વિભાગે દેશના તમામ રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓને ઉત્તરાખંડના હવામાનની અપડેટ મળ્યા બાદ જ યાત્રા શરૂ કરવાની અપીલ કરી છે. કેદારનાથમાં ભારે હિમવર્ષાને જોતા રૂદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને યાત્રિકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે. ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રાને લઈને 9 ભારતીય ભાષાઓ (તમિલ, મલયાલમ, તેલુગુ, કન્નડ, બંગાળી, ગુજરાતી, પંજાબી, મરાઠી અને ઓડિયા)માં એડવાઈઝરી જાહેર  કરી છે.