Maharashtra:બાળકની જીદ માટે માતા-પિતા શું નથી કરતા. માતા-પિતાનો બાળક પ્રત્યેનો પ્રેમ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. એક બાળકની જીદ તેના પરિવાર પર ભારે પડી ગઇ.  મહારાષ્ટ્રના નાસિકમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક બાળકીનું તેના બાળકની સામે જ મોત થયું છે.


વાસ્તવમાં, નાસિકમાં એક બાળકી  તેના પિતાને આઈસ્ક્રીમ ખાવાનું કહે છે. પિતા બાળકીની ઇચ્છા પુરી કરવા માટે  માટે આઈસ્ક્રીમની દુકાને પહોંચે છે, પરંતુ તેને ખબર ન હતી કે હવે તેની પુત્રી તેની સાથે જીવતી ઘરે પરત ફરી શકશે નહી અને એ તેમની બાળકી સાથેની તેમની છેલ્લી પળો છે. . મામલો ત્યારે વધુ ગંભીર બની જાય છે જ્યારે આ લાચાર પિતા પોતાની પુત્રીને બચાવી શકતા નથી અને તેની નજર સામે જ તેની પુત્રીનું મૃત્યુ થાય છે.


રેફ્રિજરેટરને કારણે મૃત્યુ


મૃત્યુ પામનાર બાળકીનું નામ ગ્રીષ્મા અને તેના પિતાનું નામ વિશાલ કુલકર્ણી છે. વિશાલ તેની પુત્રી ગ્રીષ્મા સાથે આઈસ્ક્રીમ લેવા  ગયો હતો. આ ઘટના ગુરુવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ  છે. તે ઘરેથી નજીકમાં આવેલી આઈસ્ક્રીમની દુકાને પહોંચ્યો. આ દુકાન પર એક ફ્રીજ રાખવામાં આવ્યું હતું, જેના કારણે યુવતીને ઇલેક્ટ્રિક શોક લાગ્યો અને તે લાંબા સમય સુધી ફ્રીજ પર લટકતી રહી અને ત્યાં જ બેહોશ થઈ ગઈ.


 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. 


વિશાલે તરત જ તેની દીકરીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવી. જો કે કમનસીબે  બાળકીને બચાવી શકાય નહી અને બાળકીને તબીબે મૃત જાહેર કરી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલામાં આકસ્મિક મોત હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનાની આસપાસના વિસ્તારમાં ખૂબ ચર્ચા થઈ રહી છે, જ્યારે કુલકર્ણી પરિવાર આઘાતમાં છે.