China Accident: પૂર્વ ચીનના જિયાંગસી પ્રાંતમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 22 લોકો ઘાયલ પણ થયા છે.


પૂર્વ ચીનના જિયાંગસી પ્રાંતમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, નાનચાંગ કાઉન્ટીમાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 22 લોકો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.


Tunisha Suicide Case: શીઝાનને કોર્ટમાંથી ના મળી રાહત, જામીન અરજી પર 9 જાન્યુઆરી સુધી સુનાવણી ટળી


Tunisha Sharma Suicide Case :ટીવી એક્ટર શીઝાન મોહમ્મદ ખાન ટીવી અભિનેત્રી તુનીષા શર્માની આત્મહત્યાના સંબંધમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. સાથે જ શીઝાન મોહમ્મદ ખાનની જેમ તેના વકીલે પણ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જામીન અરજી પર શનિવારે એટલે કે 7 જાન્યુઆરીએ સુનાવણી થઈ હતી. જો કે, દલીલો પૂર્ણ થઈ શકી ન હતી અને કોર્ટે આગામી તારીખ 9 જાન્યુઆરી નક્કી કરી. હવે શીઝાન મોહમ્મદ ખાનની જામીન અરજી પર સુનાવણી આવતા સોમવારે હાથ ધરવામાં આવશે અને તે પછી કોર્ટ નક્કી કરશે કે જામીન આપવામાં આવશે કે નહીં


તુનિષા શર્માના આત્મહત્યા કેસમાં શીઝાન મોહમ્મદ ખાનને આરોપી બનાવવામાં આવ્યો છે. તે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને શનિવારે તેની જામીન અરજી પર સુનાવણી સોમવાર પર મુલતવી રાખવામાં આવી છે. જણાવી દઈએ કે, શીઝાન મોહમ્મદ ખાનને 31 ડિસેમ્બરે પોલીસ કસ્ટડીમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 24 ડિસેમ્બરે તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી હતી અને ત્યારબાદ પોલીસે 25 ડિસેમ્બરે શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી હતી. તુનિષા શર્માની માતાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે શીઝાન મોહમ્મદ ખાનને ન છોડવાની અપીલ કરી રહી હતી.


શીઝાન મોહમ્મદ ખાનની 'સિક્રેટ ગર્લફ્રેન્ડ' ચર્ચાનો વિષય બની હતી


તમને જણાવી દઈએ કે તુનિષા શર્માએ તેની સીરિયલ 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા શીઝાન મોહમ્મદ ખાન અને તેની 'સિક્રેટ ગર્લફ્રેન્ડ'ની ચેટ ફરી મળી છે. જાણવા મળ્યું છે કે તે અન્ય ઘણી છોકરીઓ સાથે પણ વાત કરતો હતો. શીઝાન મોહમ્મદ ખાનના પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 'સિક્રેટ ગર્લફ્રેન્ડ'ના સમાચાર ખોટા છે.


તુનિષાએ 24 ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી


જણાવી દઈએ કે ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. તે કો-એક્ટર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનના મેક-અપ રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. 'અલી બાબા' સ્ટારને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. તુનિષાના મૃત્યુ બાદ તેની માતાએ શીઝાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. શીજાન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.