Weather Forecast: હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને ત્રિપુરામાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.


Weather Update In India:


તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે દેશના ઘણા ભાગોમાં રોજીંદા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં પ્રચંડ ઠંડી અને હિમવર્ષાએ લોકોનાજીવનને ભારે હ્નુક્ષણ પહોચાડીયું છે. અમુક રાજ્યોમાં નાના બાળકોને શાળાઓમાંથી પણ રાજા આપવામાં આવી દીધી છે. ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ એક ડીગ્રીનો ઘટાડો થયો છે. India Meteorological Department (IMD) મુજબ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રાત્રે અને સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. કોલ્ડવેવ અને લઘુત્તમ તાપમાનને લઈને એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે.


IMD એ આજે ​​રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં તીવ્ર ઠંડીની સ્થિતિની આગાહી કરી છે. આ સિવાય ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અને પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશાના જુદા જુદા ભાગોમાં આગામી 2-3 દિવસ સુધી ઠંડીનું મોજું પ્રવર્તશે. 9 જાન્યુઆરીએ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં શીત લહેરનો કહેર જોવા મળશે.


તાપમાનમાં થશે ફેરફાર:


હવામાન વિભાગે કહ્યું કે, બે દિવસ પછી ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. તે જ સમયે, પૂર્વ ભારતમાં ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં વધુ ફેરફારની કોઈ શક્યતા નથી અને તે પછી તે લગભગ 2-3 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. આગામી 2 દિવસ દરમિયાન મધ્યપ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.


ધુમ્મસ અને ઠંડીની ચેતવણી:


હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની અને તીવ્ર ઠંડીની આગાહી કરી છે. આગામી બે દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રાત્રી અને સવારના સમયે ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસ ચાલુ રહેવાની સંભાવના છે. ઉત્તર ભારત આ દિવસોમાં ભારે ઠંડીની ઝપેટમાં છે. કાનપુરમાં શિયાળાના કારણે વધુ 14 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.