Emirates Airlines Christmas Video: સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર વિવિધ સ્થળોએ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રંગબેરંગી ઘરો અને બજારોની સુંદરતા આ દિવસની સુંદરતામાં વધારો કરે છે. આ ખાસ અવસર પર અમીરાત એરલાઈન્સ એક ખૂબ જ અનોખો અને રસપ્રદ વીડિયો લઈને આવી છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી દરેકનું ધ્યાન ખેંચી રહ્યું છે.  જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં કેટલાક હરણ એક સાથે પ્લેન સાથે આકાશમાં ઉડતા જોવા મળે છે. આ વીડિયો ખરેખર અદ્ભુત છે.


ક્રિસમસનો આ અદ્ભુત વીડિયો


આ વીડિયો અમીરાત એરલાઈન્સ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં રનવે પર એક કેટલાક હરણ પ્લેનને આકાશમાં લઈ જતા બતાવવામાં આવ્યા છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, 'કેપ્ટન ક્લોઝ, ટેક-ઓફ માટે પરવાનગીની વિનંતી કરી રહ્યો છું. અમીરાત તરફથી મેરી ક્રિસમસ. વીડિયોમાં એક એરલાઈન પ્લેન દેખાઈ રહ્યું છે, જેના પર સાંતાની ટોપી દેખાઈ રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્લેનની આગળ દોરડું બાંધેલું છે, જેને કેટલાક હરણ એકસાથે ખેંચતા જોવા મળે છે.






વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી થઇ રહ્યો છે વાયરલ


વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે હરણનું ટોળું દોરડાની મદદથી પ્લેનને રનવે પરથી ખેંચીને આકાશમાં ઉડવા લાગે છે. વીડિયો જોઈને એવું લાગે છે કે પ્લેનને હરણ ઉડાવી રહ્યા છે. જાણે કે વાસ્તવમાં હરણ તેને ઉડાવી રહ્યાં હોય. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. આ વીડિયો ખૂબ જ જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર વિવિધ ફની રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'તેની ખાસ વાત એ છે કે જેમ જેમ તમામ હરણ ધીમે-ધીમે પોતાની સ્પીડ વધારતા જાય છે, તેમ તેમ આકાશમાં પ્લેન સાથે ઉડી જાય છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'સાન્ટાની કેપ પણ પ્લેનની ટોચ પર છે, તે સૌથી રસપ્રદ છે.'