Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની સરહદ પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.


 પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નક્સલવાદીઓની પીએલજીએ કંપની નંબર 2 સાથે સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં જવાનોએ અત્યાર સુધીમાં 9 નક્સલીઓને ઠાર કર્યા છે. નક્સલીઓના મૃતદેહની સાથે ઘટનાસ્થળેથી SLR, 303 અને 12 બોરના હથિયારો પણ મળી આવ્યા છે. બીજાપુરના એસપી જિતેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે.


 માઓવાદી ચળવળ અંગે માહિતી મળી હતી


ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 3 સપ્ટેમ્બર મંગળવારના રોજ જ્યારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન કરી રહયાં  હતા ત્યારે તેમને પશ્ચિમ બસ્તર વિભાગમાં માઓવાદીઓની હિલચાલ હોવાની માહિતી મળી હતી. આ પછી, મંગળવારે સવારે 10.30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું અને બંને પક્ષો તરફથી વચ્ચે-વચ્ચે ગોળીબાર થતો રહ્યો.


એક સપ્તાહ પહેલા એન્કાઉન્ટરમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયા હતા


અગાઉ 29 ઓગસ્ટના રોજ 'એન્ટી નક્સલ' ઓપરેશન હેઠળ નારાયણપુર-કાંકેર બોર્ડર પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર કર્યા હતા.


ઓપરેશન 'એન્ટી નક્સલ' સતત ચાલુ છે


ઓગસ્ટમાં, સુરક્ષા દળોએ નક્સલ વિરોધી ઓપરેશનના ભાગ રૂપે કાર્યવાહી કરતી વખતે ઘણા નક્સલવાદીઓને પકડીને ઠાર કર્યા હતા. ઓગસ્ટની શરૂઆતમાં પણ દંતેવાડા પોલીસને મોટી સફળતા મળી હતી.આ  એન્કાઉન્ટરમાં એક હાર્ડકોર નક્સલી માર્યો ગયો. આ ઉપરાંત હથિયારો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી.                                                                                                               


સૈનિકો ભારે વરસાદમાં  ઈન્દ્રાવતી નદીને પાર કરીને નક્સલવાદીઓના ઠેકાણે પહોંચ્યા હતા. આ પછી નક્સલવાદીઓના અસ્થાયી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, ગાઢ જંગલનો લાભ લઈને ઘણા નક્સલવાદીઓ ભાગી છૂટ્યા હતા.