Lok Sabha 2024 Live Update: ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ગાંધીજી વિશે એવું તો શું બોલ્યા કે, કૉંગ્રેસ નેતાઓએ પણ હાથ કર્યાં અદ્ધર

લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારની વચ્ચે નેતાઓનો વાણી વિલાસ પણ સામે આવી રહ્યો છે. ગાંધીજી વિશે ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી વિવાદ સર્જાયો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 May 2024 03:01 PM
Lok Sabha Election 2024: રાજકોટમાં શક્તિસિંહે ઉઠાવ્યો રૂપાલાનો મુદ્દો

જકોટમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રૂપાલા પર આકરા પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે રૂપાલાએ રાજવીઓના કરેલા અપમાન પ્રહારો કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે રૂપાલા જ્ઞાતિઓ વિરૂદ્ધ બફાટ કરવા ટેવાયેલા છે. રૂપાલાએ ઈતિહાસથી વિપરિત નિવેદન આપ્યા છે.શક્તિસિંહ ગોહિલે ભાજપને અહંકારી પાર્ટી ગણાવી હતી. અહંકારની સામે અસ્મિતાની લડાઈનો શક્તિસિંહે દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ધાનાણી અસ્મિતાને જાળવવા ચૂંટણી લડી રહ્યા છે. પક્ષની વિનંતી પર ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. ધાનાણી ક્ષત્રિય માતા-બહેનોના આશીર્વાદ લેવા આવ્યા છે. કેશુભાઈ પટેલનું પણ રૂપાલાએ અપમાન કર્યું હતું

Lok Sabha Election 2024: રાયબરેલીથી રાહુલ ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર

લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને અશોક ગેહલોત હાજર રહ્યા હતા. શુક્રવારે સવારે જ કોંગ્રેસ પાર્ટીએ અમેઠી અને રાયબરેલી સીટ પરથી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્યો સાથે રાયબરેલીના ફુરસતગંજ એરપોર્ટ પહોંચ્યા હતા.

Lok sabha Election 2024 LIVE : ભાજપે મને ફરીથી આવકાર્યો છેઃઅશોક ડાંગર

પ્રદેશ કૉંગ્રેસ મહામંત્રી અશોક ડાંગર  ભાજપમાં જોડાયા છે. રૂપાલાની હાજરીમાં રાજકોટમાં ડાંગરને વેલકમ કરતી પાર્ટી કરાઇ હતી.. ભરત બોઘરાએ અશોક ડાંગરને ખેસ પહેરાવ્યો હતો અને રૂપાલાએ ડાંગરને  ગળે લગાવ્યા હતા. ડાંગરની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. રવિભાઈ ડાંગર, ભરતભાઈ મકવાણા ભાજપ જોડાયા છે.,ભીખુભાઈ ગજેરા અને સાગરભાઈ ભાજપમાં જોડાયા છે. 200થી વધુ કૉંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.

Lok sabha Election 2024 LIVE : ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી ગરમાઈ રાજનીતિ

ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી રાજનીતિ ગરમાઈ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યાં છે. “કૉંગ્રેસે સરદાર પટેલને કોઈ દિવસ નથી કર્યા યાદ,કૉંગ્રેસે ક્યારેય બાબા સાહેબ આંબેડકરને નથી કર્યા યાદ,”

Lok sabha Election 2024 LIVE : સુરત શહેર કૉંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યો નિલેશ કુંભાણીનો વિરોધ

નિલેશ કુંભાણીનો વિરોધ પણ હજુ થંભ્યો નથી. સુરત શહેર કૉંગ્રેસ કાર્યકર્તાઓએ  નિલેશ કુંભાણીનો વિરોધ પ્રદર્શન કર્યું . અલગ અલગ વિસ્તારમાં ફરી  કુંભાણીના વિરોધમાં બેનર્સ લગાવાયા છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓએ કુંભાણીના વિરોધમાં બેનરો લગાવ્યાં છે. બેનરોમાં કુંભાણી અને સુરેશ પડસાલાને ઠગ ઓફ સુરત એવા વાક્યો લખવામાં આવ્યાં છે.

Lok sabha Election 2024 LIVE : ચૂંટણી સમયેએ પણ કૉંગ્રેસમાં ભંગાણ યથાવત

ચૂંટણી સમયેએ પણ કૉંગ્રેસમાં ભંગાણ યથાવત છે.સુરત વોર્ડ નં.16ના કૉંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા છે. તેઓ 100 જેટલા કાર્યકર્તાઓ સાથે  કૉંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા છે. મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે તમામ કેસરિયો ધારણ કર્યો છે.  

Lok sabha Election 2024 LIVE : PMની સુરક્ષામાં બેદરકારીના અવલોકનને લઈ નોટિસ

રાજકોટ રેન્જે સુરત DCPને  નોટિસ ફટકારી છે. રિહર્સલમાં રોડ બંદોબસ્ત, પોઈન્ટ બેરીકેડ સહિતમાં ક્ષતિ જણાતાણ નોટિસ ફટકારપી છે. સુરત DCPને જામનગરમાં VVIP સુપરવિઝનની જવાબદારી સોંપાઈ હતી. રાજકોટ રેન્જ IGએ સુરત SOG DCPને પત્ર પાઠવ્યો છે. ઉલ્લેખિય છે કે, જામનગરમાં 1 મેના રોજ  રિહર્સલ યોજાયું હતું.

Lok Sabha 2024 Live Update: રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવાર

ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેની શંકા શુક્રવારે (3 મે, 2024) ના રોજ સમાપ્ત થઈ. પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પરથી ઉતાર્યા છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે.

Lok Sabha 2024 Live Update: નવસારી બેઠક પર સી.આર.પાટીલનો પ્રચંડ પ્રચાર

જલાલપોરના મરોલીથી પાટીલે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર,નવસારી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ આજે ત્રીજા તબક્કામાં પોતાના મત વિસ્તારમાં કરશે પ્રચંડ પ્રચાર.... પાટીલ જલાલપોર તાલુકાના મરોલી ગામથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. પાટીલ આજે જલાલપોર અને નવસારી વિધાનસભા મતક્ષેત્રમાં આવતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પ્રચાર કરશે... કુલ 21થી વધુ ગામડામાં પ્રચાર કરાશે....

Lok Sabha 2024 Live Update: બહુચરાજીના પૂર્વ MLA ભરતજી ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન

Lok Sabha  2024 Live Update: બહુચરાજીના પૂર્વ MLA ભરતજી ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન, “ભરતજી ઠાકોરે સી.જે.ચાવડાની સરખામણી કાગડા સાથે કરી નાખી, સી.જે.ચાવડાનું આખુ નામ ચતુરજી છે, ચતુરજી કાગડા જેવા છે, પાણી પીવા કુંડા બદલે છે.પહેલા રાજપા, પછી કૉંગ્રેસ અને હવે ભાજપમાં ગયા,હજુ ક્યા જશે તેની કોઈ ગેરેન્ટી નથી’

Lok Sabha 2024 Live Update: ક્ષત્રિય આગેવાન અભીજીતસિંહ બારડના સી.જે.ચાવડા પર પ્રહાર

ક્ષત્રિય આગેવાન અભીજીતસિંહ બારડના સી.જે.ચાવડા પર પ્રહાર કહયું “સારૂ થયું શ્રીરામ લંકામાં વાનરોને સાથે લઈ ગયા હતા,આવા લોકોને લઈ ગયા હોત તો સોનુ લઈને રાવણના પક્ષમાં જતા રહેતા,વિજાપુરની જનતા પોતાની ખુમારી અને પાણી દેખાડે,મતદાન એવુ કરજો કે આ ધરા પર કોઈ ગદ્દાર ન જન્મે”

Lok Sabha 2024 Live Update: ગાંધીજી વિશેના નિવેદન પર ઈન્દ્રનીલ રાજ્યગુરૂની સ્પષ્ટતા

ગાંધીજી વિશેના નિવેદન પર ઈન્દ્રનીલ રાજ્યગુરૂની સ્પષ્ટતા, “મે જે વાત કરી છે તે ઈતિહાસમાં લખાયેલી વાત છે. ગાંધીજીએ તેમની કુશળતા દેશને અર્પણ કરી,રાહુલ ગાંધી એ બીજા ગાંધીજી છે,ગાંધીજીને બદનામ કરનારા ગાંધીજીની ચિંતા કરે છે,રાહુલ ગાંધી મજબુતાઈ અને નિષ્ઠાથી લડવા નીકળ્યા છે.ભાજપ રાહુલ ગાંધીને બદનામ કરી રહી છે,રાહુલ ગાંધીમાં ગાંધીજી જેવી ચતુરાઈ અને કુશળતા છે.ગોડસેની પુજા કરનારા ગાંધીજીની ચિંતા કરે તે મને ગમ્યુ, રાહુલ ગાંધી દ્રઢતા, નિષ્ઠા અને સત્યાગ્રહ રાખે છે,મે ઈતિહાસને વાગોળ્યો છે.

Lok Sabha 2024 Live Update: ધાનાણીના હરખપદુડાના નિવેદનને લઈ ચૂંટણી પંચમાં ફરિયાદ

ધાનાણીના હરખપદુડાના નિવેદનને લઈ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ છે. ભાજપે ચૂંટણી પંચમાં  ફરિયાદ કરી છે.ધાનાણીએ ક્ષત્રિયો અને પાટીદારો માટે  હરખપદુડા શબ્દનો ઉપયોગ  કર્યો હતો. વાયરલ વીડિયોના આધારે રિટર્નિંગ ઓફિસરે તપાસ શરૂ કરી છે.

Lok Sabha 2024 Live Update: અમદાવાદની જનતાએ ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનને વખોડ્યું

અમદાવાદની જનતાએ ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનને વખોડ્યું  છે.ગાંધીજી વિશે ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી વિવાદ સર્જાયો છે. લોકોનું કહેવું છે કે,“ગાંધીજી અને રાહુલ ગાંધીની કોઈ હિસાબે ન થાય સરખામણી, કૉંગ્રેસ આવા નિવેદન કરીને ભાજપને જીતાડી રહી છે, પહેલા રૂપાલાના નિવેદન બાદ હવે કૉંગ્રેસનું આવુ નિવેદન, ગાંધીજી તો રાષ્ટ્રપિતા છે, તેમની સરખામણી કોઈએ ન કરવી જોઈએ”

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha  2024 Live Update: લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં પ્રચંડ પ્રસાર કાર્ય ચાલી રહ્યું છે. જો આ બધાની સાથે નેતાઓની બેલગામ નિવેદનબાજી પણ સામે આવી રહી છે. જેના કારણે વિવાદ અને વિરોધ સર્જાઇ રહયાં છે. હવે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ગાંધીજીની સાથે રાહુલ ગાંધીની સરખામણી કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે.


જો કે ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનથી કૉંગ્રેસના નેતાઓએ કિનારો  કર્યો છે.  બિમલ શાહે કહ્યું છે કે, “ગાંધીજી અને રાહુલ ગાંધીની  સરખામણી ન થઇ શકે. શબ્દો પકડવા કરતા મર્મ પકડવો વધુ જરૂરી,રાહુલ ગાંધી તો ફક્ત બાપુના આદર્શોને લઈ  આગળ વધી રહ્યા છે.”


 


ઇન્દ્રનીની રાજ્યગુરૂએ શું આપ્યું હતું નિવેદન


રાજકોટ ખાતે હેદર ચોકમાં કોંગ્રેસનાં ઉમેદવર પરેશ ધાનાણીની પ્રચાર સભા યોજાઇ હકી આ અવસરે  કોંગ્રેસનાં નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ વિવાદ કરતું  નિવેદન આપ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરૂએ ગાંધીજીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા છે. તેમણે કહ્તેયું હતું કે, "દેશમાં બીજા કોઈ ગાંધી મળશે તો એ રાહુલ ગાંધી હશે. રાહુલ ગાંધી સાચા અને નિખાલસ માણસ છે."


 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.