Ambaji Prasad:અંબાજી મંદીરમા મોહનથાળના પ્રસાદને લઈ વિવાદ હજુ પણ યથાવત છે. આ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પણ પણ મેદાને છે અને મોહનથાળ પ્રસાદને જ યથાવત રાખવા રજૂઆત કરી છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે, ભાજપ નિર્ણય ફેરવી તોળે છે.. સંમેત શિખર યાત્રાધામને પર્યટન સ્થળ જાહેર કર્યા બાદ થયેલા વિરોધ ના પગલે તેને ફરી યાત્રાધામ જાહેર કરવામાં આવ્યું... આવી જ રીતે મોહનથાળ નો પ્રસાદ બંધ કરવા ના વિરોધમાં કોંગ્રેસ ગામેગામ કાર્યક્રમો કરશે...ગામે ગામ મંદિરે મોહનથાળ ધરાવાશે અને ચલો યાત્રા ધામ અંબાજી કાર્યક્મ કરાશે..
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, "જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે? આ તો એવું છે કે મોહનથાળ બદલીને ત્યાં ચીકી ચાલુ.. કાલે મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા ચાલુ કરાશે!"
મોહનથાળ પ્રસાદ મામલે વહીવટીતંત્ર અને સરકારનાં નિર્ણયનાં વિરોધમાં #VHP નાં આહવાનથી ભાવિભકતો અને હિંદૂ સમાજ પણ મેદાને છે. વિશ્વ હિંદુ પરિષદના અગ્રણી અશોક રાવલે સરકારના આ નિર્ણય સામે વિરોધ કરતા જણાવ્યું કે,. અંબાજી મંદિર એ કોઈ પેઢી નથી કે મન ફાવે તેમ કરશે. આ મનમાનીના નિર્ણય માન્ય નહિ રાખી શકાય.
Recipe:અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાની ચર્ચા વચ્ચે, જાણો, ઘરે સ્વાદિષ્ટ મોહનથાળ બનાવવાની રેસિપી
Recipe:અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થવાની તૈયારીમાં.છે.જો કે મોહનથાળના પ્રસાદની વર્ષો જુની પરંપરાને યથાવતા રાખવા માટે પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે ઘર પર સ્વાદિષ્ટ કરકરો મોહનથાળ કેવી રીતે બનાવવો તેની જાણીએ. મોહનથાળ એ ગુજરાતની ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે. દિવાળી, જન્માષ્ટમીના અવસરે ગુજરાતી રસોડામાં અચૂક બને છે. તો જાણીએ ઘરે કેવી રીતે બનાવીશું સ્વાદિષ્ટ મોહનથાળ જાણીએ
સામગ્રી :
- 5 કપ ચણાનો લોટ
- 1/2 કપ ખાંડ
- 1/2 કપ ફ્રેશ દૂધ મલાઈ
- દૂધ
- ઘી
- થોડા ડ્રાયફ્રૂટ્સ
મોહનથાળ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ લો. લોટને ચાળીને લેવો, બેસન પણ લઇ શકાય અથવા ઘરે દળેલ કરકરો ચણાનો લોટ પણ લઇ શકાય. લોટમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરો, સાથે એક ચમચી જેટલું સહેજ ગરમ કરેલ હુંફાળું દૂધ નાખીને બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં બેસનનું મિશ્રણ અને એલચી પાવડર ઉમેરીને આ મિશ્રણને આછા બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી શેકવું.
- ચાસણી બનાવવા માટે એક કડાઈમાં ખાંડ લો તેમાં ખાંડથી અડધું પાણી ઉમેરો. બે તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકળવા દો.
- ત્યારબાદ ચણાના લોટનું મિશ્રણ ઠડું થઈ જાય ત્યારે તેમાં ધીરે ધીરે ચાસણી નાંખીને તેને સતત હલાવતા રહો. જો તમને આ મિક્સચર થોડુ કડક લાગે તો તેમાં જરૂર મુજબ થોડું દૂધ નાખી દો જેનાથી આ મિશ્રણ થોડુ ઢીલુ પડી જશે.
- સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને હવે એક પ્લેટને ઓઇલ કે ઘીથી ગ્રીસ કરી લો તેમાં શેકલા લોટને ઢાળી દો. થાળીમાં તેને બરાબર સેટ કરો અને બાગ ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી લો, બાદ તેના સુંદર આકારમાં ચાસ પાડીને ટૂકડા કરી દો, તૈયાર છે સ્વાદિષ્ટ કરકરો દાણેદાર મોહનથાળ તૈયાર છે.