Lok sabha Election 2024 LIVE: લોકસભાની બાકીની ચાર બેઠકોના કોંગ્રેસ આજે નામ કરશે જાહેર, આ નામ નક્કી

રાજ્યમાં લોકોસભાની ચૂંટણીને લઇને ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે તો ક્ષત્રિય સમાજ પણ સતત વિરોધ પ્રદર્શ કરી રહ્યું છે.જાણી ચૂંટણી સંબંધિત અપડેટ્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 13 Apr 2024 03:17 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન...More

Lok sabha Election 2024: કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખ થઈ નક્કી

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે  કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખ  નક્કી થઇ છે. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે ફોર્મ ભરશે, સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા 15 એપ્રિલે ફોર્મ ભરશે. તો જામનગર કોંગ્રેસના ઉમેદવાર મારવિયા 15 એપ્રિલે  અને બારડોલી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી 15 એપ્રિલે, કચ્છ કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ 16 એપ્રિલે,સાબરકાંઠા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી 16 એપ્રિલે,ગાંધીનગર કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ 16 એપ્રિલે, અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણા 16 એપ્રિલે ફોર્મ ભરશે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમ્મર 16 એપ્રિલે અને છોટાઉદેપુર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા 16 એપ્રિલે,વલસાડ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ 16 એપ્રિલે,પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 16 એપ્રિલે ભરશે,પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા 16 એપ્રિલે,પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી 18 એપ્રિલે અને જુનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા 18 એપ્રિલે ફોર્મ ભરશે.