Corona news update: રાજ્યમાં ત્રીજી લહેરમાં કેસમાં સતત ઘટાડો, 15 દિવસ બાદ 10 હજારથી ઓછા કેસ
રાજ્યમાં ત્રીજી લહેરમાં કેસમાં સતત ઘટાડો, 15 દિવસ બાદ 10 હજારથી ઓછા કેસ નોંધાયા. 9395 નવા કેસ તો 30ના મોત થયા છે.
gujarati.abplive.com Last Updated: 31 Jan 2022 10:06 AM
બ્રેકગ્રાઉન્ડ
રાજ્યમાં ત્રીજી લહેરમાં કેસમાં સતત ઘટાડો, 15 દિવસ બાદ 10 હજારથી ઓછા કેસ નોંધાયા. 9395 નવા કેસ તો 30ના મોત થયા છે.અમદાવાદ શહેરમાં 8 મોત, વડોદરા, રાજકોટ અને સુરત શહેર...More
રાજ્યમાં ત્રીજી લહેરમાં કેસમાં સતત ઘટાડો, 15 દિવસ બાદ 10 હજારથી ઓછા કેસ નોંધાયા. 9395 નવા કેસ તો 30ના મોત થયા છે.અમદાવાદ શહેરમાં 8 મોત, વડોદરા, રાજકોટ અને સુરત શહેર તથા સુરત અને આણંદ જિલ્લામાં 3-3નાં મોત.રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મોરબી જિલ્લા અને જામનગર શહેરમાં 1-1 મોતથયા છે.અમદાવાદમાં -શહેરમાં 3582 અને જિલ્લામાં 71 મળીને 3653 નવા કેસ નોંધાયા છે. તો 9નાં મોત થયા છે. , 8 મકાનનો માઈક્રો કન્ટેન્મેન્ટમાં સમાવેશ થયો છે.1લી જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 98 દર્દીના કોરોનાથી મોત થયા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 60 હજાર 592 કેસ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ સિવિલમાં દાખલ કોરોનાના દર્દીનો આંક 100થી નીચે ગયો છે. દાખલ કરાયેલા 96માંથી 44 દર્દીએ રસીનો એક પણ ડોઝ લીધો નથી. ખાનગી હોસ્પિટલોમાં દાખલ 231માંથી 23 વેન્ટિલેટર પર
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Corona news update: રાજ્યમાં કોરોના કેસમા સતત ઘટડો થતાં ફરી સ્કૂલો ખોલવા મામલે વિચારણા
રાજ્યમાં કોરોના ના કારણે ધોરણ 1 થી 9 ની શાળાઓનું વર્ગ શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી ખોલવી કે નહીં તેના પર આજે નિર્ણય લવાઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 1 થી 9 ની શાળાઓમા કોરોના કેસ વધતા 31 જાન્યુઆરી ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં કોરોના કેસમા સતત ઘટડા બાદ ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી ખોલવા સંદર્ભે આજે નિર્ણય લેવાશે. આ મુદે આજે શિક્ષણ મંત્રી ની અધ્યક્ષતામાં બેઠક મળશે. મુખ્યમંત્રીની ની હાજરીમાં મળતી કોર કમિટી ની બેઠક બાદ નિર્ણય લેવાશે