Corona NEWS Update: આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, જાણો શું છે વિગત

Corona NEWS Update:સુરતમાં હવે  આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, સંક્રમિત વિસ્તારોમાં કોરોના ચેતવણીના બોર્ડ દૂર કરવા આદેશ અપાયો છે.

Continues below advertisement

LIVE

Background

Corona NEWS Update:સુરતમાં હવે  આપ કોરોના સંક્રમિત વિસ્તારમાં પ્રવેશી રહ્યા છો’ એવા બોર્ડ હવે જોવા નહીં મળે, સંક્રમિત વિસ્તારોમાં કોરોના ચેતવણીના બોર્ડ દૂર કરવા આદેશ અપાયો છે. બે સપ્તાહમાં કોરોનાના કેસ 3318થી ઘટીને 265  થઇ ગયા છે. જાન્યુઆરીની શરુઆતથી વેસુ, અઠવા, ભટાર, અલથાણ, ભીમરાડ, ઉમરા, પાલ, પાલનપુર, રાંદેર રોડ, અડાજણ, વરાછા, કાપોદ્રા,વગેરે આ વિસ્તારોમાં ચેતવણીદર્શક બોર્ડ લગાડવામાં આવ્યા હતા, જો કે હાલ  ગંભીર કેસોનું પ્રમાણ પણ ખુબ ઓછુ થયું છે. તથા હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ  ઘટી છે. અત્યારે ફકત  161 દર્દી હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે.

 ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વન-ડે સીરિઝ શરૂ થાય તે અગાઉ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના અનેક ખેલાડી કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ સહિત અન્ય કેટલાક ખેલાડીઓના નામ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ બંન્ને કોરોના પોઝિટીવ આવ્યા છે.

Continues below advertisement
Sponsored Links by Taboola