Corona News Update Live: રાજકોટ સિવિલ હોસ્પિટલના 50 કર્મચારી કોરોનાગ્રસ્ત, જાણો કોરોના સંબંધિત દરેક અપડેટ
રાજકોટ સિવિલ હોસ્પિટલ ના 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે.નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ, તબીબો સહિત 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. તમામ પોઝિટિવ કર્મી હોમ આઇસોલેશનમાં છે.
મોરબી અને વાંકાનેરમાં આજથી રાત્રી કરફ્યુનો અમલ શરૂ થઈ ગયો છે. ગઈકાલે રાત્રે ધમધમતા મુખ્યમાર્ગો આજે રાત્રી કરફ્યુના કારણે સુમસામ બની ગયા છે. આજે બન્ને શહેરોમાં પોલીસ દ્વારા જાહેરનામાંનો અમલ કરાવવા 300 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાત્રી કર્ફયુના અમલ માટે 125નો પોલીસ સ્ટાફ અને મોરબી શહેર માટે 200 થી વધુ સ્ટાફ ખડેપગે રહે છે.
દ્વારકાના કોરોનાના કારણે મંદિરના દ્વાર બંધ હોવા છતાં એક NRI ઘૂસી ગયો હતો. પોલીસની સતર્કતાના કારણે તુરંત ઝડપી લેવાયો હતો. પોલીસ દ્વારા NRIને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે.
રાજકોટ કોરોનાના કહેર વચ્ચે ગાઈડ લાઈન કડક અમલીવારી માટે કવાયત. 4 લગ્નના આયોજકો સામે ગુન્હો નોંધાયો. 150 ની મર્યાદા કરતા વધુ સંખ્યા મળી આવતા પોલીસ કાયદાકિય કાર્યવાહી શરૂ કરી.
લોકોએ રાજકિય મેડાવડા સામે પગલા ન લેવાતો ઉઠાવ્યાં સવાલ
સુરત જિલ્લા કલેકટર તેમના પી.એ સહિત છ કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ લગ્નમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન ન કરનાર સામે આકરાં પગલાં ભરાવાની સૂચના અપાઇ છે. મોટાભાગના લગ્ન સમારોહમાં નિયત સંખ્યા કરતાં વધારે મહેમાનો ઉપસ્થિત હોવાથી એક સપ્તાહમાં લગ્ન પ્રસંગમાં કોરોના ગાઇડલાઇનના 11 ગુના નોંધાયા છે. રાત્રિ કરફ્યૂનું ચુસ્ત પાલન કરાવવા ડીજીપીએ આદેશ કર્યો
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 23150 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,29,875 પર પહોંચી ગયો છે.
કોરોના કાળ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમાશે મેચ.ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે વન ડે મેચ રમાશે, 6,9. 11, ફેબ્રુઆરીએ રમાશે મેચ .ટી ૨૦ સિરીઝ કોલકાતા રમાશે..સ્ટેડિયમ માં 1 લાખ 32 હજાર ની કેપેસિટીનું છે...
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 23150 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,29,875 પર પહોંચી ગયો છે.
કોરોના કાળ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમાશે મેચ.ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાશે વન ડે મેચ રમાશે, 6,9. 11, ફેબ્રુઆરીએ રમાશે મેચ .ટી ૨૦ સિરીઝ કોલકાતા રમાશે..સ્ટેડિયમ માં 1 લાખ 32 હજાર ની કેપેસિટીનું છે...
Coronavirus Cases Today in India: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,33,533 નવા કેસ નોંધાયા છે અને 525 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 216 દર્દી ઓમિક્રોન વાયરસથી સંક્રમિત થયા છે.
24 કલાકમાં 2,59,168 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 73,804 કેસ વધારે નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,87,205 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.78 ટકા છે
બ્રેકગ્રાઉન્ડ
રાજકોટ સિવિલ હોસ્પિટલ ના 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં કુલ 50 જેટલા કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે.નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મીઓ, તબીબો સહિત 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. તમામ પોઝિટિવ કર્મી હોમ આઇસોલેશનમાં છે.
રાજકોટના ગોંડલ શહેરમાં લાગુ થયો રાત્રી કરફ્યુ. રાતના 10 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે.સૌપ્રથમ વાર ગોંડલ શહેરમાં રાત્રી કરફ્યુ લાગુ થયો છે. નાની બજાર મોટી બજાર બસ સ્ટેશન સહિતના વિસ્તારોમા રાત્રે 10 વાગ્યે થઈ બંધ કરી દેવાનો આદેશ અપાયો છે. શહેરમાં કોરોનાના વધતા સતત કેસના નિર્ણય લેવાયો છે.
રાજકોટમાં કોરોના સંક્ર્મણ નું સઁક્ટ ધેરાયું છે. 874 કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત થયું છે. જ્યારે 8100 લોકો સારવાર હેઠળ છે. છેલ્લા સપ્તાહમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -