મહારાષ્ટ્રમાં શનિવારે 6000થી વધુ કેસ સામે આવ્યાં. શનિવારે કુલ સંક્રમિતોની સંખ્ચા 20,93, 913 સુધી પહોંચી છે. તો 40 લોકોના વધુ મૃત્યુ બાદ મૃતકોની સંખ્યા વધીને 51,753 થઇ ગઇ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ 48,436 છે.
કોરોના સંક્રમણમાં દેશમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્ર રાજ્યમાં થયા છે. દેશના મૃત્યુઆંકના 33 ટકા મોત માત્ર મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 51,753 પહોંચી છે. હાલ દેશમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થઇ રહી છે. શનિવારે 40 કોરોના સંક્રમિતોના મોત થયા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે સાત વાગ્યે રાજ્યને સંબોધિત કરશે. કોરોનાના વઘતા જતા કેર મુદ્દે વાત કરશે. મંગળવારે તેમણે જનતાને ચેતાવણી આપતા જણાવ્યું હતું કે, ‘જો કોવિડના પ્રોટોકોલનું ગંભીરતાથી પાલન નહી થાય તો ફરી એક લોકડાઉન માટે લોકોએ તૈયાર રહેવું પડશે.’