US Coronavirus News: અમેરિકામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 21 લાખ 17 હજારથી વધુ છે. અમેરિકામાં કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 11 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો.


Covid-19 in America: ચીનમાં કોરોનાના કારણે ફેલાયેલી ગભરાટ સાથે હવે આ રોગચાળો વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકામાં કોરોનાના નવા પ્રકારથી સંક્રમણના કેસમાં ઘણો વધારો થયો છે. કોરોનાના નવા પ્રકાર XBB.1.5ના લીધે અહીં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. અમેરિકાની હોસ્પિટલોમાં દાખલ થયેલા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.


કોવિડ-19 (Covid 19)ના નવા પ્રકાર XBB.1.5 પર ચિંતા વ્યક્ત કરતા અમેરિકાએ આ માટે ચીનને જવાબદાર ગણાવ્યું છે.


હોસ્પિટલમાં પહોંચતા દર્દીઓની રેકોર્ડ સંખ્યા


કોવિડ-19 (COVID-19)ના સંક્રમણથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ અમેરિકન દર્દીઓની સંખ્યા આજે 48,810 પર પહોંચી છે, જે ફેબ્રુઆરી 2022 બાદ અત્યાર સુધીની સૌથી વધુ છે. અમેરિકામાં કોરોનાના નવા પ્રકાર XBB.1.5નું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને, અમેરિકામાં કોરોનાના વધતા સંક્રમણ માટે ચીનને જવાબદાર ગણાવ્યું છે.



રાષ્ટ્રપતિ બિડેને વ્યક્ત કરી ચિંતા 


અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, અમેરિકા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે ચીન દ્વારા અપનાવવામાં આવી રહેલી પદ્ધતિઓથી ખૂબ જ ચિંતિત છે. રાષ્ટ્રપતિ બિડેને કહ્યું હતું કે,  જો કોઈ ચીનથી આવી રહ્યું છે તો તેઓની તપાસ થવી જોઈએ. ચીનમાં કોરોના રોગચાળાના કેસોમાં ઝડપથી થઈ રહેલા વધારાને જોતા અમેરિકા અને ભારત સહિત ઘણા દેશોએ ચીનથી આવનારા પ્રવાસીઓ પર નિયંત્રણો મૂકી દીધા છે.


અત્યાર સુધીમાં અમેરિકામાં 11 લાખથી વધુના મોત 


અમેરિકામાં કોરોના (COVID-19 in US)ની શરૂઆતથી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. Worldometersના આંકડા અનુસાર, અમેરિકામાં અત્યાર સુધીમાં 103 મિલિયનથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તે જ સમયે, કોરોના સંક્રમણને કારણે, અહીં 11 લાખ 20 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં અમેરિકામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 21 લાખ 17 હજારથી પણ વધુ છે.