Coronavirus Live Update: ચીનમાં કોરોનાથી સ્થિતિ અતિ ખરાબ, એક દિવસમાં 3 કરોડ 70 લાખ કેસ, 70 %સંક્રમણનો દર

Coronavirus Live Update: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ચીન અને અન્ય દેશોમાંથી આવતા મુસાફોરનું એરપોર્ટ  કોવિડ-19 માટે પરીક્ષણ શરૂ કરશે.

gujarati.abplive.com Last Updated: 24 Dec 2022 12:18 PM

બ્રેકગ્રાઉન્ડ

Coronavirus Live Update: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ચીન અને અન્ય દેશોમાંથી આવતા મુસાફોરનું એરપોર્ટ  કોવિડ-19 માટે પરીક્ષણ શરૂ કરશે.દેશમાં ફરી એકવાર કોરોનાના કેસને લઈને ચિંતા ઘણી વધી...More

China Corona update: ન્યુ વેરિયન્ટથી હાહાકાર, ચોંકાવનાર આંકડા આવ્યાં સામે

ચીનમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. આ વેરિયન્ટથી સંક્રમિતોની સખ્યા સતત વધી રહી છે. 1થી 20 ડિસેમ્બર સુધીમાં 24 કરોડ 80 લાખ કેસ નોંધાયા હતા. સિચુઆન હેનાન અને હુબઇમાં 2 કરોડ કેસ નોંધાયા છે. સ્થિિતિને જોતા નવા વર્ષ સહિતના અન્ય સેલિબ્રેશન પર પ્રતિબંધ મૂકાયો છે. ચીનના બીજિંગમાં સંક્રમણ દર 70 ટકાએ પહોંચ્યો છે. તો શંઘાઇમાં 60 ટકા અને સિચુઆુમાં સંક્રમણનો દર 50 ટકા નોંધાયો છે.