Coronavirus Live Updates: ગુજરાતની શાળાઓમાં કોરોના ગાઈડલાઈન અંગે ટૂંક સમયમાં બહાર પડાશે પરિપત્ર
Coronavirus: ચીનમાં ગભરાટનો માહોલ છે, પરંતુ ફરી એકવાર ભારતમાં તેમજ વિશ્વમાં કોરોના વિસ્ફોટનો ભય ઉભો થયો છે.
રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરશે. રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ ગાઇડ લાઇનનું શાળાઓમાં અમલ કરાવાશે . ગાઈડ લાઈનના અમલ માટે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. ટૂંક સમયમાં જિલ્લાવાર શિક્ષણાધિકારી ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે. માસ્ક , સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવા અંગેનો પરિપત્ર જાહેર કરાશે.
અમદાવાદ શહેરમાં રસીનો જથ્થો ખૂટ્યો છે. ચીનમાં કોરોના વકરતાં અહીં પણ લોકો રસી લેવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગત સપ્તાહે અમદાવાદમાં એક દિવસમાં સરેરાશ 300 નાગરિકો વેકસીનના ડોઝ લેતા હતા તેની સામે ચાલુ સપ્તાહમાં વેકસીન લેનાર લોકોની સંખ્યા 4500 જેટલી થવા પામી છે. AMCના આરોગ્ય વિભાગે રાજ્ય સરકાર સમક્ષ વેકસિનના જથ્થા માટે માંગ કરી છે. આગામી પાંચ દિવસ અથવા એક સપ્તાહમાં વેકસિનનો જથ્થો મળી રહે તેવી AMC ને આશા છે. પ્રિકોશન ડોઝ હાલ સુધી માત્ર 10 લાખ લોકોએ લીધો છે. અમદાવાદની કુલ વસ્તિના 22 ટકા લોકોએ હાલ સુધી પ્રિકોશન ડોઝ લીધો છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યા મુજબ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા આજે કોવિડ 19ની પરિસ્થિતિ અને તૈયારીઓ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 196 નવા કેસ નોંધાયા છે અને એક વ્યકિતનું મૃત્યુ થયું છે. દેશમાં એક્ટિવ કેસ 3428 છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,41,43,179 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,30,695 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 220,05,46,067 લોકોને રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે, જેમાંથી ગઈકાલે 29,818 લોકોએ રસી લીધી હતી.
અમદાવાદમાં કોરોનાને લઈને શાળા કેમ્પસ ફરી એકવાર સતર્ક બન્યા છે. અમદાવાદની વિજયનગર સ્કૂલમાં વિદ્યાર્થીઓ માસ્ક સાથે જોવા મળ્યા. લોમાં કોરોનાની ગાઇડલાઇનના પોસ્ટર લાગ્યા છે. શાળામાં વિદ્યાર્થીઓને અનુરૂપ વ્યવહાર કરવા સૂચના અપાઈ રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી તેનું સ્વરૂપ બદલી નાખે છે. અત્યાર સુધીમાં તેમાં 18 હજારથી વધુ વખત બદલાવ જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષથી, સમગ્ર વિશ્વમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંબંધિત માત્ર સબ-વેરિઅન્ટ્સ જ પ્રસારિત થઈ રહ્યા છે. તેથી, જ્યારે ઓમિક્રોનની વાત આવે છે, ત્યારે તે 540 વખત બદલાઈ ગયું છે અને 61 મિશ્ર ચલોને જન્મ આપ્યો છે. વાયરસના આ ફેરફારોને ધ્યાનમાં રાખીને જીનોમ સિક્વન્સિંગ પર ભાર આપવા માટે કહેવામાં આવી રહ્યું છે.
INSACOG નો રિપોર્ટ કોરોનાના વિવિધ પ્રકારો અને તેની તબીબી અસરોને લઈને સામે આવ્યો છે, જે મુજબ ભારતીય દર્દીઓમાં વાયરસના વિવિધ સ્વરૂપો વધુને વધુ મિશ્ર થઈ રહ્યા છે. તાજેતરમાં, જીનોમ સિક્વન્સિંગનો અહેવાલ રાજ્યો સાથે શેર કરતી વખતે, એવી માહિતી આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિના દરમિયાન, ભારતીય દર્દીઓમાં કોરોના વાયરસના એક કરતા વધુ પ્રકારનું મિશ્રણ વધ્યું છે, જેના પરિણામે સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનાની વચ્ચે, મિશ્ર પ્રકારો અને તેના પેટા પ્રકારો 7.5 થી 58% સુધી વધ્યા છે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા જતાં લોકો માટે માસ્ક ફરજિયાત પહેરવા જણાવાયું છે. કોરોનાની દહેશતના પગલે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. અહીં હજારો દેશી-વિદેશી પ્રવાસીઓએ કોવિડ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે
બ્રેકગ્રાઉન્ડ
Coronavirus Updates: BF.7 વેરિઅન્ટને કારણે ચીનમાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થયો છે. મીડિયા રિપોર્ટ્સમાં આવી રહેલા સમાચારો અનુસાર ચીનમાં દરરોજ કરોડો નવા કોરોના કેસ આવી રહ્યા છે, જ્યારે તેના કારણે મૃત્યુઆંક દરરોજ હજારોમાં વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ચીનમાં ગભરાટનો માહોલ છે, પરંતુ ફરી એકવાર ભારતમાં તેમજ વિશ્વમાં કોરોના વિસ્ફોટનો ભય ઉભો થયો છે.
AFP જેવી ઘણી મોટી ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં હોસ્પિટલ અને સ્મશાન મૃતદેહોથી ભરેલા છે. આ ચિંતાઓ વચ્ચે ચીનના લોકોને હોસ્પિટલમાં બેડ પણ નથી મળી રહ્યા. જે ડ્રેગન દુનિયામાં પોતાનો ઘમંડ બતાવતો હતો તેની મેડિકલ સર્વિસ પડી ભાંગી છે અને તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.
એક દિવસમાં 3.7 કરોડ કોરોના કેસ સામે આવ્યા
AFPના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં આ અઠવાડિયે એક જ દિવસમાં 3.7 કરોડ કોરોના કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. જ્યારે ચીનના સત્તાવાર ડેટા જણાવે છે કે દેશમાં કોવિડ પ્રતિબંધો હટાવ્યા બાદ માત્ર છ મૃત્યુ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -