તાજમહેલ પહોચેલ વિદેશી પ્રવાસી કોરોના પોઝિટિવ:


તાજમહેલ ફરવા આવેલ એક વિદેશી પ્રવાસીનો  RT-PCR રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે તે પ્રવાસીએ આપેલ પોતાની માહિતી સાચી ન હતી,  તેનો મોબાઈલ નંબર પણ ખોટો છે.  હાલમાં સ્થાનિક પોલીસની મદદથી તેની શોધ કરવામાં આવી રહી છે.


Coronavirus News Live: 


તહેતારોમાં ચીન સહિત દુનિયાના બધા જ મોટા દેશોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતા કેસોને ધ્યાનમાં લઈને ભારત પણ પોતાની બધી જ તૈયારીઓ કરી રહ્યું છે. વિદેશથી આવતા મુસાફરોનો સતત કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. એવામાં જ ગઈકાલે તાજમહેલની મુલાકાત લેવા આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જોવા મળ્યો હતો.


આગરાના સીએમઓ (CMO) ડૉ. અરુણ શ્રીવાસ્તવે જણાવ્યું કે, એક વિદેશી પ્રવાસી તાજમહેલની મુલાકાત લેવા આવ્યો હતો. તેનું  RT-PCR સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેમાં તે એન્ટિજેન પોઝિટિવ આવ્યો છે. પ્રવાસીએ આપેલ તમામ માહિતી ખોટી હતી તેથી તેની ચકાસણી થઈ શકી નથી. અત્યારે તેની પોલીસની મદદથી શોધ કરવામાં આવી રહી છે. 


ઝડપથી વધી શકે છે BF7 Variantના કેસ


સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં પણ કોરોનાના BF.7 વેરિઅન્ટના કેસોમાં ઝડપથી વધારો થઇ શકે છે. આ સિવાય એ પણ જણાવવામાં આવ્યું છે કે ઘણા દેશોના મુસાફરો માટે ટૂંક સમયમાં એર સુવિધા માટે પણ  ગાઈડલાઈન બહાર પાડવામાં  શકે છે. એરપોર્ટ પર થઇ રહેલ ટેસ્ટીંગમાં  કુલ 6,000 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 39 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. આ પરીક્ષણો 26 અને 27 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યા હતા.  હાલમાં તમામ પોઝિટિવ મુસાફરોને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે.


કોરોનામાં લોકો ચીનથી ભાગી રહ્યા છે


ચીનમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે હવે લોકોએ દેશ છોડવાનું શરૂ કરી દીધું છે. કોરોના વચ્ચે દેશ છોડનારા લોકોની સંખ્યામાં 17 ગણો વધારો થયો છે. ચીનના નાગરિકો બેંગકોક, ટોક્યો, સિયોલ, લોસ એન્જલસ અને સિંગાપોર જઈ રહ્યા છે. તે જ સમયે, કોરોના હવે જાપાનમાં પણ તબાહી સર્જી રહ્યો છે. જાપાનમાં એક જ દિવસમાં 415 લોકોના કોરોનાથી મોત થયા છે.