કોરોના સંક્રમણ પર નજર રાખતી વેબસાઇટ વર્લ્ડોમીટર પ્રમાણે, અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં બે લાખ 47 હજાર 397 લોકોના મોત થયા છે. આ મહામારીથી 66 લાખ 48 હજરા 697 લોકો ઠીક થઈ ગયા છે. હાલ 38 લાખ 11 હજાર 931 લોકની સારવાર ચાલી રહી છે, જેમાંથી 18 હજાર 683 લોકોની હાલત ગંભીર છે.
જો ફાઇઝરની કોરોના રસીને યુએસ એફડીએ વહેલી મંજૂરી આપશે તો અમેરિકા આગામી મહિનાથી રસીકરણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાના સ્વાસ્થ્ય સચિવ એલેક્સ અજારે આ વાત કહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ ઠંડી અને ક્રિસમસ દરમિયાન કોરોના વકરી શકે છે.