Covid 19 Omicron:દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના બે લાખ 47 હજાર 417 નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5488 કેસ નોંધાયા છે.


 


એક્ટિવ કેસ વધીને 11 લાખ 17 હજાર 531 થયા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 11 લાખ 17 હજાર 531 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 84 હજાર 825 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 47 લાખ 15 હજાર 361 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.


આ પાંચ રાજ્યોમાં કોરોના બેકાબૂ


દેશમાં પાંચ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 46,723  નવા કેસ સામને આવ્યાં છે. બાદ દિલ્લીમાં  27,561 કેસ,  તો ત્રીજા સ્થાને પશ્ચિમ બંગાળ છે, જ્યાં 22,155  કેસ નોંધાયા છે. ચોથા  સ્થાને કર્ણાટક છે. જ્યાં 21,390  કેસ નોંધાયા છે.  તો તમિલનાડુમાં 17,934  કેસ નોંધાયા છે.


અત્યાર સુધીમાં 154 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા 


દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 154 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 76 લાખ 32 હજાર 24 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 154 કરોડ 61 લાખ 39 હજાર 465 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 5488 કેસ નોંધાયા 


દેશમાં અત્યાર સુધીમાં 5 હજાર 488 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે, જેમાંથી 2162 દર્દીઓ સાજા થયા છે. દેશમાં આ પ્રકારથી સંક્રમિત રાજ્યોની સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં છે.