US On Omicron Variant:કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આખી દુનિયા આ નવા વેરિયન્ટના કારણે દહેશતમાં છે. આ બધાની વચ્ચે અમેરિકા પણ ઓમિક્રોન વેરિયન્ટના કારણે ખૂબ જ ચિંતિત છે. અમેરિકાના મોટા ડોક્ટર અને વ્હાઉટહાઉસના ટોપ મેડિકલ સલાહકાર ડોક્ટર એન્થની ફાઉસીએ રસીકરણને લઇને સાવધાન કરતા કહ્યું કે. ઓમિક્રોન વેરિયન્ટ  ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેથી રસી લેવાની સાથે દરેક પ્રકારની સાવધાની રાખવી જરૂરી છે.


 સંક્રામક રોગ વિશેષજ્ઞ ડો એન્થની ફાઉસીએ વેક્સિનેશનને લઇને ચિંતા વ્યક્ત કરી છે. મોટી સંખ્યામાં લોકોએ હજુ વેક્સિન નથી લીધી. તેના કારણે જોખમ વધી શકે છે. મોટી સંખ્યામાં લોકો વેક્સિન ન લીધી હોવાથી સ્વાસ્થ્ય વ્યવસ્થામાં વિઘ્ન આવી રહ્યું છે. તેમણે લોકોને અનુરોધ કર્યો કે, બંને વેક્સિન  અને બૂસ્ટર ડોઝ લેવામાં વિલંબ ન કરો, તેમણે લોકોને અનુરોધ કરતા જણાવ્યું કે, ખાસ કરીને ભીડ-ભાડવાળી જગ્યાએ વધુ સાવધાન રહેવાની જરૂર છે અને માસ્ક અનિવાર્ય રીતે પહેરવું.


 ડોક્ટર એન્થની ફાઉસીએ કહ્યું કે, અમેરિકામાં મોટી સંખ્યા એવી છે. જેને રસી નથી લીધી. આ સ્થિતિમાં હું એવો અનુરોધ કરું છું કે, રાષ્ટ્રપતિ જો બાઇડન એવી યોજના બનાવે કે, લોકો ઝડપથી વેક્સિન લેવા મજબુર બને. ઓમિક્રોન વેરિયન્ટ અન્ય વેરિયન્ટ કરતા બહુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેમાં કોઇ શંકા નથી.રાષ્ટ્રપતિ જો બાઇડને પહેલા જ શક્યતા વ્યક્ત કરતા કહ્યું કે, ક્રિસમસ સુધીમાં કોવિડ મહામારીને લઇને હાલત સામાન્ય થઇ જશે. જો કે હવે ઓમિક્રોન વેરિયન્ટ એક વખત ફરી દુનિયામાં ચિતાનું કારણ બન્યુ છે.


 ડેલ્ટાની તુલનામાં ઓછો ખતરનાક


આઇસીએમઆરના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવ કોઇ નિષ્ક્રર્ષ પર પહોંચે તે પહેલા તેઓ હજુ એક મહિનાની રાહ જોવાની વાત કરી રહ્યાં છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓમિક્રોન ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે.પરંતુ અત્યાર સુધીના ડેલ્ટા કહે છે કે ઓમિક્રોનથી સરળતાથી સંક્રમિત તો વ્યક્તિ થઇ જશે પરંતુ તે તેને ગંભીર રીતે બીમાર નથી કરી શકતો. તેમણે જણાવ્યું કે, મહામારીનો અંત આવી જ રીતે થતો હોય છે. જો કે એક્સ્પર્ટના મત મુજબ એક વખત વાયરસ પેદા થઇ જાય તો ખતમ નથી થતો પરંતુ જ્યારે તેની ઝપેટમાં આવેલા લોકો બીમાર નથી પડતાં તો તે વાયરસથી પેદા થયેલી મહામારીનો અંત માનવામાં આવે છે. એકસ્પર્ટનું માનવું છે કે, ઓમિક્રોનથી પણ ઝડપથી ફેલાતા હજું અનેક કોરોના વેરિયન્ટ આવી શકે છે પરંતુ તેનાથી લોકો બીમાર નહીં પડે. ચિંતા કરવાની જરૂર નથી