Viral Video: વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ગાયની સામે સાપ બેઠો છે. ગાય તેને કંઇક બીજી જ વસ્તુ સમજીને ચાટવા લાગે છે. યુઝર્સે આ ખતરનાક વીડિયો પર ઘણી અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે.
અત્યાર સુધી તમે પ્રાણીઓ વચ્ચે લડાઈના ઘણા વીડિયો જોયા હશે. ગાય અને સાપ વિશે ગામડાઓમાં ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે. હાલ ગાય અને સાપનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો.
આ વીડિયોમાં ગાય અને સાપની મિત્રતા દેખાઈ રહી છે. આમ તો ઝેરીલા સાપને જોઈને લોકોમાં હલચલ મચી ગઈ છે, પરંતુ આ ગાય અને સાપ વચ્ચેનો પ્રેમ જોઈને તમે પણ દંગ રહી જશો. IFS (IFS) સુશાંત નંદાએ આ વીડિયો શેર કરીને બંને પ્રાણીઓ વચ્ચેની મિત્રતા શેર કરી છે.
ગાય સાપને રમકડું સમજીને જાણે તેની સાથે રમે છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સાપ ખૂબ જ ઝેરી લાગે છે. વીડિયોમાં તે સાપ ગાયની સામે જ દેખાય છે. સૌથી મોટી વાત એ છે કે બંનેમાંથી કોઈ એક બીજાથી ડરતા નથી, પરંતુ આત્મીયતા દર્શાવે છે. સાપ ગાયના મોંની સામે ફેણ ચઢાવીને બેઠો છે અને ગાય તેની સામે એકીટસે જોઇ રહી છે
બંને પ્રાણીઓ પોતપોતાની જગ્યાએથી બિલકુલ ખસતા નથી. થોડા સમય પછી, સાપ પોતાની ફેણ નીચી કરે છે અને ગાયના મોં પાસે આવે છે. આ પછી ગાય સાપના ફેલાયેલા ફેણને તે ચાટવા લાગે છે, આ દ્રશ્ય એકદમ અદભૂત છે. આશ્ચ્રર્યની વાત એ છે કે ગાય આટલા ચેન ચાળા કરે છે તો પણ સાપ કેમ આક્રમક નથી બનતો .
યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે
વાયરલ થઈ રહેલો આ વીડિયો એક ખેતરનો છે. વીડિયોમાં ગાયની પાછળ બીજી પણ ઘણી બધી ગાયો જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતા કેપ્શન લખવામાં આવ્યું છે કે, ' તેને વિગતવાર કહેવું મુશ્કેલ છે. સાચા પ્રેમથી વિશ્વાસ પ્રાપ્ત થયો છે”. આ બંને પ્રાણીઓના પ્રેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાl પ્રચલિત છે કે, દૂધ પીવડાવનારને પણ સાપ કરડે છે. જેના કારણે યુઝર્સ વીડિયો જોયા બાદ ચોંકી ગયા હતા. ઘણા યુઝર્સ આ અંગે કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું, 'નંદીને નાગ દેવ સાથે પ્રેમ થઈ ગયો'.