નવી દિલ્લી:હવામાન  વિભાગે  વાવાઝડાની આગાહી કરી છે.  21 માર્ચે ચક્રવાતી તોફાન વધુ તીવ્ર બનવાની અને 22 માર્ચ સુધીમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની આગાહી કરી છે. જ્યારે તે ચક્રવાતમાં પરિવર્તિત થશે, ત્યારે તેનું નામ 'આસાની' રાખવામાં આવશે, ઉલ્લેખનિય છે કે, આ નામ શ્રીલંકાએ સૂચવ્યું છે.


દક્ષિણ-પશ્ચિમ હિંદ મહાસાગર  ઉપર બનેલા લો પ્રેશરના કારણે આગામી  સપ્તાહની શરૂઆતમાં વાવાઝોડુનું જોખમ તોડાઇ રહ્યું છે.  અનુમાન છે કે તે બાંગ્લાદેશ અને તેનાનજીકના ઉત્તર મ્યાનમાર તરફ આગળ વધી શકે છે. હવામાન વિભાગે બુધવારે આ માહિતી આપી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે મંગળવારે સર્જાયેલા લો પ્રેશર  વિસ્તાર (LPA) પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની અને શનિવાર સુધીમાં સંપૂર્ણ LPA બની જવાની ધારણા છે.


વિભાગે કહ્યું કે, 21 માર્ચે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની અને 22 માર્ચ સુધીમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનો અનુમાન  છે. જ્યારે તે ચક્રવાતમાં પરિવર્તિત થશે ત્યારે તેનું નામ 'આસાની' રાખવામાં આવશે, ઉલ્લેખનિય છે કે, જેનું નામ શ્રીલંકાએ સૂચવ્યું છે.


ગુજરાતમાં ક્યાં ક્યાં કરાઈ સિવિયર હિટવેવની આગાહી?


અમદાવાદઃ હવામાન વિભાગની મહત્વની આગાહી કરવામાં આવી છે. 18 તારીખ સુધી પારો વધવાની આગાહી છે. 19 તારીખથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત મળશે. 18 માર્ચ સુધી 2 ડિગ્રી તાપમાન વધતા હિટવેવની આગાહી છે. હાલ કંડલામાં 41.5 ડિગ્રી તાપમાન છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે તેમજ રાજકોટમાં સિવિયર હિટવેવની આગાહી છે. 


ગુજરાત રિજયનમાં તાપમાન વધશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ અને અમદાવાદમાં વધશે તાપમાન. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં હિટવેવની અસર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. હાલમાં અમદાવાદમાં 41 ડિગ્રી ઉપર તાપમાન છે. 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. હાલ પવનની ગતિ સામાન્ય રહેશે. આવતી કાલથી પવનની ગતિમાં વધારો થતાં ગરમીમાં ઘટાડો થઈ શકે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહિ.