Cyclone Biparjoy: બિપરજોય આગામી 36 કલાકમાં વધુ તીવ્ર બનવા જઈ રહ્યું છે. આગામી બે દિવસમાં તે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. હવામાન વિભાગે પણ માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.


ચક્રવાત બાયપરજોય ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેની અસર ગુજરાતમાં દેખાવા લાગી છે. ગુજરાતના વલસાડમાં દરિયા કિનારે જોરદાર મોજા ઉછળી રહ્યા છે. આ સિવાય ગુજરાતના સુરતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, ડુમસ અને સુવાલીમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જે બાદ 14 જૂન સુધી દરિયાકાંઠાનો વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ બેનર પોસ્ટર ફાટી ગયા છે. એટલું જ નહીં, પ્રવાસીઓને સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે અને બીચ પર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ દરિયામાં જવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે.


બાયપરજોયની અસર દેશના ચાર રાજ્યોમાં આગામી 36 કલાકમાં જોવા મળવાનો અનુમાન છે. દક્ષિણ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કર્ણાટક-ગોવા-મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 4 રાજ્યોમાં તકેદારી રાખવામાં આવી રહી છે. આ કારણે હવામાન વિભાગે માછીમારોને કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપના દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ આપી છે.


માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે


ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે માહિતી આપી હતી કે, ચક્રવાત બિપરજોય આગામી 36 કલાકમાં વધુ તીવ્ર બનવા જઈ રહ્યું છે અને આગામી બે દિવસમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. માછીમારોને પણ અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.


જણાવી દઈએ કે આ પહેલા આ   વાવાઝોડુ  પૂર્વ-મધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર સ્થિત હતું. IMD અનુસાર, આ ચક્રવાતી તોફાન કેરળના ચોમાસાને પણ અસર કરી રહ્યું છે, જેના કારણે ચોમાસાની ગતિ સતત ધીમી પડી રહી છે. આગામી 36 કલાકમાં ભારત સહિત પાકિસ્તાન, ઈરાન અને અરબી સમુદ્રને અડીને આવેલા દેશો પર તેની અસર થવાની સંભાવના છે.