Aamir Khan Stuck In Chennai Flood: ચક્રવાત મિચૌંગે ચેન્નાઈમાં ભારે નુકસાન કર્યું છે. આ સમયે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ચેન્નાઈથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, બોલિવૂડ એક્ટર આમિર ખાન પણ છેલ્લા 24 કલાકથી આ તોફાનમાં ફસાયેલા છે. અભિનેતા વિષ્ણુ વિશાલ પણ તેની સાથે છે.


આમિર ખાન અને વિષ્ણુ વિશાલને 24 કલાક બાદ બચાવી લેવામાં આવ્યા હતા


સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગ આમિર ખાનને બચાવતો જોવા મળ્યો હતો. આમીરની સાથે એક્ટર વિષ્ણુ વિશાલ પણ આ તોફાનમાં ફસાયા હતા. બંનેને હવે 24 કલાક બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.      


વિષ્ણુ વિશાલે તોફાનની તસવીરો શેર કરી છે


વિષ્ણુ વિશાલે પોતે પોતાના X એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરીને આ જાણકારી આપી છે. આમિર ખાન અને બચાવ વિભાગ સાથેની કેટલીક તસવીરો શેર કરતા વિષ્ણુ વિશાલે કેપ્શનમાં લખ્યું, 'અમારા જેવા ફસાયેલા લોકોને મદદ કરવા માટે ફાયર અને રેસ્ક્યૂ વિભાગનો આભાર...અને સતત કામ કરી રહેલા તમામ વહીવટી લોકોનો પણ આભાર. ...' તસવીરોમાં આમિર અને વિષ્ણુ બોટમાં બેઠેલા જોવા મળે છે.






સાઉથના સ્ટાર્સે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે


મળતી માહિતી મુજબ, દક્ષિણના કલાકારો સૂર્યા અને કાર્તિએ ચેન્નાઈના લોકોની મદદ માટે 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ કલાકારોના ફેન ક્લબ દ્વારા વહેંચવામાં આવશે.


આ ફિલ્મમાં આમિર ખાન જોવા મળ્યો હતો


આમિર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેતા છેલ્લે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ ન કરી શકી. આ ફિલ્મ બાદ  બાદ અભિનેતાએ થોડા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો છે.