Surat News: સુરતમાં ડાયમંડ વેપારીની 27 વર્ષીય દીકરી સંસારના તમામ સુખોને ત્યાગી સંયમના માર્ગે પ્રયાણ કરવા જઈ રહી છે. 7મી ડિસેમ્બરના રોજ આ યુવતી દીક્ષા ગ્રહણ કરશે.તે પહેલાં આજ રોજ સુરત ખાતે મહેતા પરિવારની દીકરીની ભવ્ય વર્ષીદાન યાત્રા સુરતના વેસુ ખાતેથી નીકળી હતી. જે વર્ષીદાન યાત્રામાં જ્યોતિના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિત જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.ડાયમંડ વેપારીની આ યુવતીએ SY.B.COM સુધીનો અભ્યાસ કર્યો છે અને સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે.


SY.B.Com સુધીનો કર્યો છે અભ્યાસ

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા ડાયમંડ વેપારી જયેશ મહેતાની 27 વર્ષીય દીકરી સિમોની મહેતા SY.B.COM સુધીનો અભ્યાસ કર્યો છે.સુખી-સંપન્ન પરિવારમાંથી આવતી આ યુવતી સંસારના તમામ સુખોનો ત્યાગ કરી આગામી સાતમી ડિસેમ્બરના રોજ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહી છે. સંયમના માર્ગ પર જવા પહેલા યુવતીની આજે ભવ્ય વર્ષીદાન યાત્રા સુરત મુકામેથી નીકળી હતી. સુરતના વેસુ મુકામેથી નીકળેલી આ વર્ષીદાન યાત્રામાં યુવતીના માતા-પિતા સગા સંબંધીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.




વર્ષીદાનમાં વિવિધ ઝાંખી બની આકર્ષણનું કેન્દ્ર


આજની આ વર્ષીદાન યાત્રામાં વિવિધ પ્રકારની ઝાંખીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યારે હાથી, ઘોડા, બળદગાડી અને ઉટગાડી તેમજ ગુજરાતી પરંપરા મુજબ વર્ષીદાન યાત્રામાં ગરબાની ઝલક પણ જોવા મળી હતી. જ્યાં આગામી સાતમી ડિસેમ્બરના રોજ મહેતા પરિવારની 27 વર્ષની યુવતી સંયમના માર્ગે પ્રયાણ કરશે. જેની તમામ તૈયારીઓ હાલ કરી લેવામાં આવી છે.




સમાજના લોકોએ પણ યુવતિના નિર્ણયને બિરદાવ્યો


 જોકે યુવતીના આ નિર્ણયથી પરિવારજનો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.. સુખી સંપન્ન પરિવારથી હોવા છતાં યુવતીએ ધાર્મિકતા ના માર્ગ પસંદ કરતા સમાજના અન્ય લોકો પણ યુવતિના આ નિર્ણયને બિરદાવી રહ્યા છે.