HBD Prithvi Shaw: આર્થિક તંગી, નાની ઉંમરે માતાનો વિયોગ બધા જ વચ્ચે માત્ર રોટલી અને નમક ખાઇને આ યુવા ખેલાડીએ ડેબ્યૂ મેચમાં ફટકારી હતી સદી


14 વર્ષની ઉંમરે 2 દિવસ બેટિંગ કરીને 330 બોલમાં 85 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 546 રન બનાવ્યા. ભલે આ રન વય જૂથ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવ્યા હોય. પરંતુ નાની ઉંમરમાં આટલી મોટી ઇનિંગ્સ રમવી કોઇના માટે સરળ નથી. ઓછામાં ઓછું તે બાળક માટે મુશ્કેલ હશે જેણે 4 વર્ષની ઉંમરે તેની માતા ગુમાવી અને પછી પિતાએ તે બાળકને એકલા ઉછેર્યો અને તેને ક્રિકેટર બનાવવા માટે બધું દાવ પર લગાવી દીધું. વાત  છે, ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર પૃથ્વી શૉની. આજે શૉનો જન્મદિવસ છે, તેનો જન્મ 9 નવેમ્બર  1999માં મહારાષ્ટ્રના થાણેમાં થયો હતો. જોકે, પૃથ્વી મૂળ બિહારનો છે.


પૃથ્વીનું બાળપણ વિરારમાં વિત્યું. તેમણે ત્રણ વર્ષની ઉંમરે ઘરમં જ પ્લાસ્ટિક બોલથી રમવાનું શરૂ કર્યું હતું. પહેલા ઘરનું ટીવી અને ત્યારબાદ લોકોના ઘરની બારીઓના કાચ તોડ્યા.આ સમયે પિતાએ તેમના ટેલેન્ટને પારખી લીધું અને તેને ક્રિકેટ અકેડમીમાં પ્રશિક્ષિણ આપવાનું શરૂ કર્યું. પૃથ્વીના પિતા પંકજ  તેને સવારે 4 વાગ્યે ઉઠાડી દેતા હતાં અને તેને વિરારથી બાંદ્રા ટ્રેનિંગ માટે મોકલતા હતા.  આ સિલસિલો વર્ષોવર્ષ ચાલતો રહ્યો


પિતાએ પૃથ્વીને ક્રિકેટર બનાવવા માટે કપડાંની દુકાન વેચી


પૃથ્વીને ક્રિકેટર બનાવવા માટે પિતાએ કપડાંની દુકાન વેચી દીધી. જે ઉંમરમાં બાળકો પરિવાર સાથે હરે ફરે છે. આ ઉમરમાં પૃથ્વી ક્રિકેટના જ સપના જોતા હતો અને તેના માટે મહેનત કરતો હતો. પૈસાની તંગી વચ્ચે પણ તેમનું સંકલ્પબળ નબળુ ન પડ્યું અને નમક અને રોટલી ખાઇને પણ જે સપનું જોયું હતું તેને સાકાર કર્યું.


પૃથ્વીએ 546 રનની મેરેથોન પાળી રમી હતી


14 વર્ષની ઉંમરે 2 દિવસ બેટિંગ કરીને 330 બોલમાં 85 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 546 રન બનાવ્યા. ભલે આ રન વય જૂથ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવ્યા હોય. પૃથ્વીની કેપ્ટશીમાં ભારતે અન્ડર-19 ટીમ વિશ્વ કપ જીત્યો,આ ટીમે શ્રીલંકામાં એશિયા કપ જિત્યો હતો. બે મહિના બાદ તમિલનાડુ સામે સેમીફાઇનલમાં મુંબઇ માટે રણજી ટ્રોફી માટે ડેબ્યૂ કર્યું.


પૃથ્વીએ ડેબ્યૂ ટેસ્ટમાં સદી બનાવ્યો


તેમણે 2018માં વેસ્ટઇન્ડીઝના સામે ટેસ્ટ ડેબ્યૂનો મોકો મળ્યો અને પહેલા જ મેચમાં પૃથ્વીએ સદી ફટકારી આ રીતે તે ડેબ્યૂમાં સદી કરનાર સૌથી યુવા ભારતીય ક્રિકેટર બન્યા. ત્યારે પૃથ્વીની ઉંમર માત્ર 18 વર્ષ  329 દિવસની હતી.  જો કે સૌથી નાની ઉંમરમાં સદી કરનાર ક્રિકેટર સિચન તેંદુલકર હતા જેને માત્ર 17 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી.