હિંમતનગર: કોરોનાકાળ બાદ યુવાવસ્થામાં હાર્ટ અટેકથી મોતના કિસ્સા વધી રહયાં છે. હિમંતનગરની સબરજિસ્ટાર ઓફિસમાં યુવક અચાનક ઢળી પડ્યો, સારવાર દરમિયાન હાર્ટ અટેકથી મોતની પુષ્ટી થઇ છે.


હિંમતનગરના બહુમાળી ભવનમાં સબ રજીસ્ટાર કચેરીમાં પરીક્ષિત પટેલ નામનો  યુવક અચાનક ઢળી પડ્યો હતો.35 વર્ષીય પરીક્ષિત પટેલે પોતાના નવા મકાનનો દસ્તાવેજ  માટે સબ રજિસ્ટાર ઓફિસ પહોંચ્યો હતો.આ   સમયે દસ્તાવેજના કામ કરતી વખતે તે  કચેરીમાં જ અચાનક ઢળી પડ્યો હતો. હિંમતનગરના કાંકણોલ રોડ પર નીલકંઠ સોસાયટીમાં નવું મકાન ખરીદ્યું હતું. યુવક તાલુકા પંચાયતમાં આત્મા વિભાગમાં નોકરી કરતો હતો. બહુમાળી ભવનમાંથી 108 ને કોલ કરાયો હતો પરંતુ ટ્રાફિકને લઈને  108 સમયસર ન પહોંચતા તાત્કાલિક રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. આજે સવારે વતનમાં યુવકના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યાં છે.                                          


આ પહેલા પણ રાજકોટ, સુરત સહિત અનેક વિસ્તારમાંથી અચાનક હાર્ટ અટેકથી મોતના કિસ્સા બની ચૂક્યાં છે. રાજકોટમાં ક્રિકટ રમતા રમતા યુવકનું મોત થયું હતું તો સુરતમાં યુવાવસ્થામાં હાર્ટ અટેકથી મોતના કેટલાક કિસ્સા બની ચૂક્યાં છે. ખાસ કરીને કોરોના બાદ યુવાવસ્થામાં હાર્ટ અટેકના કિસ્સા વધી રહયાં છે. કોરોના બાદ વધતા જતાં હાર્ટ એટેકના કિસ્સાના કારણે એઇમ્સમાં પણ આ વિષય પર સંશોધન હાથ ધરવમાં આવ્યું છે. કોરોના હાર્ટ અટેક માટે કેવી રીતે જવાબદાર હોઇ શકે તે વિષય પર અભ્યાસ થઇ રહ્યો છે.                


આ પણ વાંચો


IND vs WI: ત્રીજા વન ડેમાં પણ નહિ રમે રોહિત અને વિરાટ? જાણો આ સ્થિતમાં ફરી કોને મળશે મોકો, જાણો પ્લેઇંગ 11


Lok Sabha Election 2024: પલ્લવી પટેલની ભાજપમાં જોડાવવાની અટકળ, જાણો કોણ છે આ મહિલા નેતા


Haryana Clash: શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગ, 2નાં મોત, ઇન્ટરનેટ બંધ, ધારા 144 લાગૂ


Smartphones: સ્માર્ટફોન ખરીદવા ઇચ્છો છો? તો જુલાઇમાં લોન્ચ થયેલા આ ફોનની યાદી જરૂર ચેક કરો, મળશે બેસ્ટ વિકલ્પ