Smartphones: જુલાઈ મહિનામાં એકથી વધુ સ્માર્ટફોન લોન્ચ થયા છે. જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ લિસ્ટ ચોક્કસ તપાસો. જેમાં સેમસંગ, મોટોરોલા, નથિંગ અને ઓપ્પોના સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.


જુલાઇ મહિનામાં અડધા ડઝનથી પણ સ્માર્ટફોન લોન્ચ થયા છે. બજેટ, મિડ રેન્જ, ફ્લેગશિપતી માંડીને પ્રીમયમ કેટેગરી સુધીમાં કોઇને કોઇ મોબાઇલ લોન્ચ થયા છે. જો આપ સ્માર્ટ ફોન લેવાનુ વિચારતા હો તો આ લિસ્ટ એક વખત અચૂક ચેક કરજો. IQOO અને Realmeએ મિડ રેંજ સેંગમેન્ટ ફોન લોન્ચ કર્યાં છે.તો મોટોરોલા અને સૈમસંગે ફોલ્ડેબલ અને ફ્લિપ ફોન લોન્ચ કર્યાં છે. મચ અવેટેડ નથિંગ ફોન2 આ મહિને લોન્ચ થયો છે. તો જાણીએ આ મહિને લોન્ચ થયેલા કેટલા બેસ્ટ સ્માર્ટ ફોન વિશે


કેટલાક બેસ્ટ સ્માર્ટ ફોન


Samsung Galaxy Z Fold 5 और Z Flip 5


 આ બંને સ્માર્ટ ફોન હમણા હાલમાં જ Seoulથી કંપનીને લોન્ચ કર્યો છે. ગેલેક્સી Z Fold5માં કંપનીએ પહેલા ફોન કરતાં સારી હિંજ આપી છે. જેના કારણે સ્ક્રિનની વચ્ચે ગેપ ઓછો થઇ ગયો છે. સ્માર્ટ ફોનમાં 6.2 ઇંચ FHD+ ડિસપ્લે મળે છે. સાથે જ મેન સ્ક્રિન 7.6 ઇંચની છે. આ બને સ્માર્ટ ફોનમા સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર અને 10mpનો સેલ્ફી કેમેરો પણ મળે છે.


સેમસંગ ગેલેક્સી જેડ ફ્લિપ 5માં 3.4 ઇંચ સુપર AMOLED કવર ડિસ્પ્લે અને 6.7 ઇંચની FHD+ ડિસપ્લે મળે છે. જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. બંને સ્માર્ટફોનમાં IPX8 રેટિંગ  12MPનું મેઇન કેમેરા અને 25Wની ફાસ્ટ ચાર્જિગ મળે છે. ગેલેક્સી Z ફોલ્ડ 5, 4400mAhની બેટરીથી સજ્જ છે. ગેલેક્સી  Z ફ્લિપ 5માં 3,700mAhની બેટરી મળે છે.


Motorola Razr 40 સીરિઝ


મોટોરોલા રેઝર 40 સિરીઝ આ મહિનાની શરૂઆતમાં મોટોરોલાએ Motorola Razr 40 અને 40 Ultra સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. મોટોરોલા અલ્ટ્રામાં 165hz ના રિફ્રેશ રેટ સાથે 6.9-ઇંચનું મુખ્ય ડિસ્પ્લે અને 120hz ના રિફ્રેશ રેટ સાથે 3.6-ઇંચનું કવર ડિસ્પ્લે છે. આ હાલમાં વિશ્વનો સૌથી પાતળો અને સૌથી મોટો કવર ડિસ્પ્લેવાળો ફોન છે. બંને સ્માર્ટફોનમાં 32MP સેલ્ફી કેમેરા અને ફ્લેક્સ મોડ હિંજ  છે. Razr 40માં મોટી 4,200mAh બેટરી ઉપલબ્ધ છે જ્યારે કંપનીએ Razr 40 Ultraમાં 3,800mAh બેટરી આપી છે. બંને મોડલ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.


Nothing Phone 2


નથિંગ ફોન2 11 જુલાઈએ બીજો પારદર્શક ફોન લૉન્ચ કર્યો. તે Snapdragon 8+ Gen 1 ફ્લેગશિપ ચિપસેટ, 4,700mAh બેટરી અને ઝડપી 45W ચાર્જિંગ મેળવે છે. આ વખતે સ્માર્ટફોનમાં ગ્લિફ ઈન્ટરફેસ અલગ ડિઝાઈનમાં ઉપલબ્ધ છે. મોબાઈલ ફોનની કિંમત રૂ.44,999 થી શરૂ થાય છે.


Oppo Reno10 सीरीज 


Oppo Reno10 સિરીઝ Oppo એ Reno 10 સીરીઝ હેઠળ 3 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આમાં રેનો 10, રેનો 10 પ્રો અને રેનો 10 પ્રો+ શામેલ છે. oppo reno 10 pro પ્લસમાં 64MP સેન્સર, Snapdragon 8+ Gen 1 પ્રોસેસર, 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,700mAh બેટરી અને 32MP ફ્રન્ટ કેમેરા છે. Oppo Reno10 pro ને સ્નેપડ્રેગન 778G ચિપસેટ, 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,600mAh બેટરી અને 50MP પ્રાથમિક કેમેરા મળે છે. બેઝ મોડલમાં MediaTek ડાયમેન્સિટી 7050 ચિપસેટ, 64MP મુખ્ય કેમેરા અને 67W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી છે. આ સિવાય આ મહિને ઘણા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. તમે તમારા બજેટ પ્રમાણે કોઈપણને પસંદ કરી શકો છો