Turkey Earthquake LIVE Updadte: ભૂકંપમાં ગુમ થયેલા ભારતીય નાગરિકના મોતની પુષ્ટિ, કાટમાળમાંથી લાશ મળી

તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યાને લગભગ 7 દિવસ થઈ ગયા છે, પરંતુ કાટમાળ નીચેથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.

gujarati.abplive.com Last Updated: 12 Feb 2023 11:26 AM
આ વીડિયો જોઇ દરેક ભારતીય અનુભવશે ગર્વ, ભૂકંપની સ્થિતિ વચ્ચે તુર્કીમાં ફરકાવ્યો તિરંગો, જુઓ વીડિયો

Operation Dost Video :   તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપે તબાહી મચાવી છે. ચારેબાજુ વિનાશના દ્રશ્યો જોવા મળે  છે. વિવિધ સ્થળોએ લોકો કાટમાળ નીચે દટાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભૂકંપના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 26 હજારને પાર થઈ ગઈ છે.

  તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપે તબાહી મચાવી છે. ચારેબાજુ વિનાશના દ્રશ્યો જોવા મળે  છે. વિવિધ સ્થળોએ લોકો કાટમાળ નીચે દટાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભૂકંપના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 26 હજારને પાર થઈ ગઈ છે. દરમિયાન, ભારત તરફથી પણ ત્યાં સતત મદદ મોકલવામાં આવી રહી છે. ભારતીય સેનાએ તુર્કીમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે, જ્યાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. ભારતીય સેનાના જવાનોએ શનિવારે આ હોસ્પિટલમાં ત્રિરંગો ફરકાવ્યો હતો, જેને જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે.

Turkiye-Syria Earthquake: તુર્કી-સીરિયા ભૂકંપનો મૃત્યુઆંક 29 હજારને પાર

Turkiye-Syria Earthquake: તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. નવા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 29,896 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 85 હજારથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.

ભૂકંપથી સૌથી વધુ નુકસાન તુર્કીને થયું છે. અહીં 24,617 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 80 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. સીરિયામાં 5,279 લોકો માર્યા ગયા અને 5,000થી વધુ ઘાયલ થયા છે. એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી BNO ન્યૂઝે આ જાણકારી આપી છે. ભૂકંપથી મૃત્યુઆંક પર મોટો દાવો કરતા સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે મૃત્યુઆંક 50,000 સુધી પહોંચી શકે છે.

Turkey Earthquake: 128 કલાક બાદ બાળક જીવતો મળ્યો

Turkey Earthquake live: તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 29 હજારને વટાવી ગયો છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.

6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે ભયંકર તબાહી સર્જાઈ છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ દરમિયાન રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. બરબાદી અને નિરાશા વચ્ચે કાટમાળમાંથી બચી જવાના ચમત્કારિક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.

તુર્કીમાં બચાવ કાર્ય દરમિયાન 'જાકો રખે સાઇયા ઉસે  માર સકે ના કોઈ' કહેવત પણ સાચી સાબિત થઈ રહી છે. સેંકડો ટન વજનના કાટમાળમાં બચી જવાના અનેક ચમત્કારી દ્રશ્યો સામે આવી રહ્યા છે. તુર્કીના હટેમાં શનિવારે કાટમાળ નીચેથી બે મહિનાના બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. આ બાળક માટે ટોળાએ તાળીઓ પાડી અને તેને બચાવી શક્યાનો આનંદ તેમના ચહેરા પર દેખાતો હતો. ભૂકંપના લગભગ 128 કલાક બાદ બાળક જીવતો મળી આવ્યો હતો.

Turkey Earthquake: સેનાએ પેરા ફિલ્ડ હોસ્પિટલ બનાવી

ઓર્થો, જનરલ સર્જન, બેસ્ટ ઓરલ મેક્સિલોફેસિયલ સર્જન, કોમ્યુનિટી મેડિસિન સ્પેશિયાલિસ્ટ, લોજિસ્ટિક ઓફિસર અને ત્રણ મેડિકલ ઓફિસર, 99 સભ્યોની ટીમમાં 13 ડોકટરો તુર્કિયે કી હાથેમાં ભૂકંપ પ્રભાવિત લોકોને તબીબી સહાય અને રાહત પૂરી પાડી રહ્યા છે. સેકન્ડ-ઇન-કમાન્ડ લેફ્ટનન્ટ કર્નલ આદર્શે માહિતી આપી હતી કે 60 પેરા ફિલ્ડ હોસ્પિટલ ભારતીય સેનાની પેરા-બ્રિગેડનો એક ભાગ છે. અહીં પહોંચ્યા પછી તરત જ, અમે અમારી હોસ્પિટલ એક સ્કૂલ બિલ્ડિંગમાં બનાવી. અમારી પાસે લેબોરેટરી અને એક્સ-રેની સુવિધા છે. અમે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી છે.

Turkey Earthquake: ભારતે ઓપરેશન દોસ્ત શરૂ કર્યું

તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત લોકોની મદદ માટે ભારતે 'ઓપરેશન દોસ્ત' શરૂ કર્યું છે. આ દ્વારા ભારતે તુર્કીના લોકોને મદદ વધારી છે. આર્મી, એરફોર્સના જવાનો, NDRF અને ડોક્ટરોની ટીમને તુર્કી મોકલવામાં આવી છે. વાયુસેનાના એરક્રાફ્ટ દ્વારા ભારતમાંથી મોટી માત્રામાં  તબીબી સામગ્રી મોકલવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું છે કે તેઓ અશાંત સીરિયા અને તુર્કીની મદદ માટે પ્રતિબદ્ધ છે.

Turkey Earthquake: નાસા પણ મદદ કરી રહ્યું છે

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લોકોના મોત થયા છે. કાટમાળ નીચે હજુ પણ મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. તેમાંથી કેટલાક જીવિત છે જ્યારે કેટલાક મૃત્યુ સાથેની લડાઈ હારી ગયા છે. આ દરમિયાન અમેરિકાની સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ પણ રાહત કાર્યમાં સહયોગ કરવાનું શરૂ કરી દીધું છે. નાસાએ તેની વેબસાઇટ પર આ વિશે માહિતી આપી છે. આ મુજબ નાસાના વૈજ્ઞાનિકો તુર્કી અને સીરિયાના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની સેટેલાઇટ તસવીરો અને ડેટા સંબંધિત સરકારો સાથે સતત શેર કરી રહ્યા છે. તેનાથી રાહત કાર્યમાં મદદ મળી રહી છે. નાસાએ ભૂકંપ પહેલા અને પછીની કેટલીક તસવીરો સાથે પ્રોક્સી મેપ પણ તૈયાર કર્યો છે.

Turkey Earthquake: વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી

ભૂકંપ બાદ વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને તુર્કીની સ્થિતિ અને ત્યાં ફસાયેલા ભારતીયોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 1939 પછી તુર્કીમાં આ સૌથી મોટી કુદરતી આફત છે. તુર્કીના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં દસ ભારતીયો ફસાયેલા છે, જોકે તેઓ સુરક્ષિત છે. આ સાથે તેમણે એક નાગરિકના ગુમ થયાની માહિતી પણ આપી હતી.

બ્રેકગ્રાઉન્ડ

 તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યાને લગભગ 7 દિવસ થઈ ગયા છે, પરંતુ કાટમાળ નીચેથી મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. દરમિયાન, તુર્કી અને સીરિયામાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ ગુમ થયેલા ભારતીય નાગરિકના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસ, અંકારાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. દૂતાવાસે ટ્વિટ કર્યું કે 6 ફેબ્રુઆરીના ભૂકંપ બાદ તુર્કીમાં ગુમ થયેલા ભારતીય નાગરિક વિજય કુમારના મૃતદેહ મળી આવ્યા છે. માલત્યાની એક હોટલના કાટમાળ વચ્ચે તેના મૃતદેહની ઓળખ કરવામાં આવી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.