Cm Kejriwal in Surat: જો ગુજરાતમાં AAPની સરકાર આવશે તો 300 યુનિટ વીજળી ફ્રી અપાશે: કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

gujarati.abplive.com Last Updated: 21 Jul 2022 01:48 PM
AAPનું મિશન ગુજરાત: રેવડીના નિવેદનનો આપ્યો જવાબ

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેજરીવાલનું નામ લીધા વિના આપ પક્ષની નીતિ પર નિશાન સાંધતા મફતમાં રેવડી વેચવા મામલે નિવેદન કર્યું હતું. જેના જવાબ આપતાં કેજરીવાલે જણાવ્યું કે, આ રેવડી નથી ભગવાનનો પ્રસાદ છે. રાજ્યમાં સારી શિક્ષણ વ્યવસ્થા આપવી. હોસ્પિટલમાં સારી સુવિધા આપવી તે મફતની રેવડી નથી પરંતુ  પાયાનું કામ છે અને ભગવાનનો પ્રસાદ છે”


દારૂબંધીને યોગ્ય રીતે કરાશે અમલી : CM કેજરીવાલ


સુરતમાં કેજરીવાલે જનસભાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂ અનેક રીતે વેચાઇ છે. જો આપની સરકાર ગુજરાતમાં આવી તો આ કાયદાની યોગ્ય રીતે અમલવારી કરવામાં આવશે,

AAPનું મિશન ગુજરાત, વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કવાયત

AAPનું મિશન ગુજરાત, વિધાસભાની ચૂંટણી જીતવા માટે કવાયત


ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભારે બહુમતીથી જીતવા માટે સુરતમાં અરવિંદ કેજરીવાલે કાર્યકરો સાથે સીધી વાત ચીત કરી હતી અને પાર્ટી દ્રારા જીત હાસિંલ કરવા માટે કેવા આયોજન કરવા તે અંગેની ચર્ચા વિચારણા કરી હતી.


સુરત: કેજરીવાલ આગમન ટાલે તેમના બેનરો કરાયા દૂર


સુરત કતારગામાં જ્યાં વીજળી સંવાદનું આયોજન કરાયું હતું આ જગ્યાની આસપાસ કેજરીવાલના બેનરો લગાવાયા હતા. તો કેટલીક જગ્યાએ કેજરીવાલની ગેરંટી મફત વીજળીના મુદ્દે  બેનરો લગાવાયા હતા. જેને પાલિકા દ્રારા  દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી

સુરત: અમને રાજકારણ કરતા નથી આવડતું- કેજરીવાલ

કેજરીવાલે  વધુમાં જણાવ્યું હતું કે, અમે જે ચૂંટણી પહેલા વાયદા કરીએ છીએ તેને પુરા કરીને બતાવીએ છીએ. અમારી સરકારે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે. અમે પ્રામાણિક સરકાર છે અને અમે માત્ર સાચી વાત કહીએ છીએ અમે રાજકારણ કરતા નથી આવડતું. જો અમે કામ ન કરીએ તો વોટ ન આપતાં, તેમણે વધુમાં જણાવ્યું 31 ડિસેમ્બર પહેલાંના તમામ ડોમેસ્ટિક બિલ જે છે તે અમે માફ કરી દીધા છે. જુના જેટલા પણ બિલ હોય છે તે અમે માફ કરી દઈશું


ખેડૂતોના વીજળીના પ્રશ્નો પણ ઉકેલાશે


કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની વીજળીના પ્રશ્નોને ઉકેલવા માટે પણ અમારૂ વિશેષ પ્લાનિંગ છે. આ  માટે વીજળીનું અમે અલગથી વિચારી રહ્યા છે. આ પણ એક મોટો મુદ્દો છે. જેના માટે ફરી એક ગુજરાતનો પ્રવાસ કરીશું અને જાહેરાત કરીશું.

દિલ્લી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ભારે બહુમતીથી બનાવશે - કેજરીવાલ

દિલ્લી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ભારે બહુમતીથી સરકાર બનાવશે, કેજરીવાલનો વિશ્વાસ. સુરતમાં કેજરીવાલનો અન્ય રાજકીય પક્ષો પર પ્રહાર.. અમને રાજનીતિ કરતા નથી આવડતી. બીજાની જેમ વાયદા નથી કરતા, , અમે ગેરંટી આપીએ છીએ

સુરતમાં જનસભાને સંબોધતા કેજરીવાલે આપી આ ત્રણ ગેરેન્ટી

અરવિંદ કેજરીવાલની ગુજરાતીઓને ગેરંટી, જો આપની સરકાર બની તો ગુજરાતમાં 300 ટુનીટ વિજળી આપશે ફ્રી.. 24 કલાક અને મફત આપશે વીજળી. 31 ડિસેમ્બર પહેલાના તમામ ડોમેસ્ટીક બિલ માફ કરવાનો પણ આપ્યો વાયદો. જૂની સિસ્ટમ શૂન્ય કરીને ફરી કરાશે શરૂઆત


 






બ્રેકગ્રાઉન્ડ

સુરતઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષના ભાજપ શાસનથી પ્રજા પરેશાન થઈ ગઈ છે. અમે ગુજરાતમાં આવ્યા છીએ. અને આવતીકાલે ટાઉનહોલ અને પ્રેસ કોંફરન્સમાં અમે ગુજરાતને શુ આપવાના છીએ તેની લોકોને જાણકારી આપીશું. ગુજરાતમાં જો આપ ની સરકાર બનશે તો શું એજન્ડા હશે તેની જાણકારી આપીશું. ગુજરાતની જનતાએ મને ખુબ પ્રેમ આપ્યો છે.


 










- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.