Delhi Liquor Case: દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા રવિવારે (26 ફેબ્રુઆરી) દારૂ નીતિ કેસમાં CBI સમક્ષ હાજર થવાના છે. આ દરમિયાન AAPના પ્રદર્શનની આશંકાને કારણે CBI હેડક્વાર્ટરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે એબીપી ન્યૂઝના પ્લેટફોર્મ પરથી મનીષ સિસોદિયાની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી.
સિસોદિયા સીબીઆઇ સમક્ષ થશે હાજર
AAP નેતા અરવિંદ કેજરીવાલે 24 ફેબ્રુઆરીએ ABP નેટવર્કના Ideas of India કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે CBI રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ કરશે. કેજરીવાલે કહ્યું કે, CBIએ રવિવારે મનીષ સિસોદિયાને બોલાવ્યા છે. અમારા સૂત્રોનું કહેવું છે કે તેઓ રવિવારે મનીષ સિસોદિયાની ધરપકડ કરશે. સીબીઆઈએ ગયા રવિવારે પણ મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમની પૂછપરછ મોકૂફ રાખવાની માંગ કરી હતી, ત્યારબાદ એજન્સીએ તેમને 26 ફેબ્રુઆરીએ હાજર થવા કહ્યું હતું.
મનીષ સિસોદિયા તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે: આતિશી
સિસોદિયાની ધરપકડની આશંકાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ શનિવારે (25 ફેબ્રુઆરી) પૂછપરછ કરતા પહેલા કહ્યું કે મનીષ સિસોદિયા તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. પાર્ટીના નેતા અને ધારાસભ્ય આતિશીએ મીડિયાને જણાવ્યું કે મનીષ સિસોદિયા રવિવારે CBI તપાસ માટે જશે અને તેમને સંપૂર્ણ સહકાર આપશે. છેલ્લા 8 થી 10 વર્ષમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સામે 150-200 કેસ નોંધાયા છે પરંતુ તેઓ (કેન્દ્ર) એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી શક્યા નથી કારણ કે AAP એક કટ્ટર પ્રમાણિક પાર્ટી છે.
છેલ્લા 8 થી 10 વર્ષમાં આપ નેતાઓ સામે 150-200 કેસ નોંધાયા છે
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ કથિત 'ફીડબેક યુનિટ (FBU) સ્નૂપિંગ કેસ'ના સંબંધમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) હવે સિસોદિયા સામે નવો કેસ નોંધશે.