સુરત:  સુરતના અડાજણમાં નિવૃત્ત પ્રોફેસરને બંધક બનાવી લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  લૂંટમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીની પોલીસે શોધખોળ કરી છે.  રણછોડનગરમાં રહેતા નવયુગ કોલેજના નિવૃત્ત પ્રોફેસર શિવરામ પટેલ મંગળવારે સવારે સાત વાગ્યે પોતાના ઘરમાં કામ કરી રહ્યાં હતા. આ સમયે પાંચ લૂંટારૂઓ ઘરમાં પ્રવેશ્યા અને ચપ્પુની અણીએ પ્રોફેસર અને તેમના પત્નીને બંધક બનાવી સાત લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. 


આ ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને CCTV તપાસ્યા હતા. જેમાં પાંચ લૂંટારૂઓ બાઈક પર જતા જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે મોહમદ ઉબેદલાલ નામના આરોપીને ઝડપી લીધો હતો જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે.


સુરતમાં 60 ટન ગૌ-કાષ્ટ તૈયાર કરી પ્રગટાવવામાં આવશે વૈદિક હોળી


રાજ્યમાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ,કારણ કે આ પર્યાવરણના લક્ષી છે અને બીજી બાજુ પાંજરાપોળની ગાયોને આનાથી લાભ પણ મળી જશે. પાંજરાપોળમાં રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે 60000 કિલોગ્રામ જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણ લક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટાપાયે કરવામાં આવશે.


કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 60 હજાર કિલો ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. ગૌ-કાષ્ટ ગાયના છાણાંનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનું ઉપયોગ કરતા હોય છે. જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે.


સુરત પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ જણાવ્યું હતું કે, પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે આ માટે અદ્યતન મશીનનો ઉપયોગમાં લેવામાં આવી રહી છે આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 10500 ગાયના છાણમાંથી ગૌ-કાષ્ટ તૈયાર કરી રહ્યા છે. આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને અમે આજ કારણ છે કે 60 ટન આ સ્ટીકર તૈયાર કરી રહ્યા છે જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે.  જોવા જઈએ તો જ્યારે લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણ લક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 20 રૂપિયા છે.