Delhi Liquor Case Live Update: ED દ્રારા કવિતાની પૂરછપરછ, કેસીઆરે ધરપકડની આશંકા કરી વ્યકત

Delhi Liquor Scam: તેલંગાનાની સીએમ કેસીઆરની દીકરી અને એમએલ કવિતાની આજે દિલ્લી લિકર કેસ મામલે ધરપકડની આશંકા કેસીઆરે વ્યક્ત કરી છે.

gujarati.abplive.com Last Updated: 11 Mar 2023 11:59 AM

બ્રેકગ્રાઉન્ડ

Delhi Liquor Scam: તેલંગાનાની સીએમ કેસીઆરની દીકરી  અને એમએલ કવિતાની આજે  દિલ્લી લિકર કેસ મામલે ધરપકડની આશંકા કેસીઆરે વ્યક્ત કરી છે.દિલ્હી દારૂ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાને ED રિમાન્ડ પર મોકલવામાં...More

Delhi Liquor Case: સાઉથ સુધી પહોંચી દિલ્લી લિકર પોલિસીની તપાસ, ઇડી દ્વારા કવિતા સાથે પૂરપરછ

દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સ પર કવિતા દિલ્હીમાં તેમની ઓફિસ પહોંચી છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત કેસમાં તેમની કથિત ભૂમિકા અંગે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. EDના સૂત્રોનું કહેવું છે કે આ કેસ સાથે સંબંધિત છેડછાડમાં કવિતાની સીધી કડી છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સંબંધમાં એજન્સી તેને તેના એક કથિત નજીકના હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન અરુણ રામચંદ્રન પિલ્લઈના સંપર્કમાં આવી શકે છે. એજન્સી દ્વારા પિલ્લઈની એક સપ્તાહ પહેલા ધરપકડ કરવામાં આવી હતી.