ED At CM Kejriwal House Live: CM કેજરીવાલના નિવાસ્થાને પહોંચી ED ટીમ, પરિવારના સભ્યોના પણ ફોન જપ્ત

AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને ગુરુવારે (21 માર્ચ) દારૂ નીતિ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ફટકો લાગ્યો છે. હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Mar 2024 09:08 PM
Arvind Kejriwal News: સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીની શક્યતા ઓછી છે

આમ આદમી પાર્ટીના વકીલો હજુ સુધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા નથી. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની શક્યતા ઓછી છે.

Arvind Kejriwal News: ED ઓફિસ બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ED ઓફિસ બહાર  સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાર્યકર્તાઓ મુખ્યમંત્રીના ઘરની બહાર રસ્તા પર ઉતર્યાં છે. ,

Arvind Kejriwal News: શરાબ હાનિકારક છે-તજિંદર બંગ્ગા

દિલ્હી ભાજપના નેતા તજિન્દર બગ્ગાએ કહ્યું, "દારૂ હાનિકારક છે, તે આજે ફરી સાબિત થયું છે."

કોઈ એક વાળ વાંકો નહિ કરી શકે - રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ જીની ધરપકડ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. કેજરીવાલ જી પર કરોડો લોકોના આશીર્વાદ છે, કોઈ એક વાળ વાંકો નહિ કરી શકે,  દિલ્હી અને પંજાબમાં થયેલા અદ્ભુત કાર્યોની આજે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તમે કેજરીવાલના શરીરની ધરપકડ કરી શકો છો પરંતુ કેજરીવાલના વિચારોની નહીં.

જોઇન્ટ ડાયરેક્ટ લેવલના અધિકારી કરી રહ્યાં છે પૂછપરછ

સૂત્રોના જણાવ્યા અનુસાર EDની ટીમ સીએમ કેજરીવાલની દારૂની નીતિ પર પૂછપરછ કરી રહી છે. તેમના ઘરે યોજાયેલી બેઠકો પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સીએમ કેજરીવાલે કહ્યું કે જોઈન્ટ ડાયરેક્ટર સ્તરના અધિકારીઓ તેમની પૂછપરછ કરી રહ્યા છે.

કપિલ રાજ ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે

સંયુક્ત નિયામક સ્તરના અધિકારી, જે એક્સાઇઝ પોલિસી કેસના તપાસ અધિકારી પણ છે, તેમની ટીમ સાથે સીએમ કેજરીવાલના ઘરે હાજર છે. કપિલ રાજ જોઈન્ટ ડાયરેક્ટર ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. સીએમ કેજરીવાલને તેમનો ફોન જમા કરાવવા માટે કહેવામાં આવ્યું, ત્યારબાદ તેમણે ફોન જમા કરાવી દીધો. કયા ડીજીટલ ગેજેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અંગે પણ પુછપરછ કરવામાં આવી હતી.

સીઆરપીએફની ટીમ પણ આવી પહોંચી

દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ સીએમ કેજરીવાલના ઘરે પહોંચી ગયા છે. સીઆરપીએફની ટીમ પણ પહોંચી ગઈ છે. રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

લાંબી પૂછપરછ ચાલી શકે છે

ED CM કેજરીવાલની લાંબા સમય સુધી પૂછપરછ કરી શકે છે. તે મુજબ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પાર્ટીના કાર્યકરો પણ ઘરની બહાર પહોંચી રહ્યા છે.

અમે ન તો ઝૂકીશું કે ન વેચાઈશું - ગોપાલ રાય

દિલ્હીના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, "આજે જ હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર EDને નોટિસ પાઠવી છે. EDએ 22 એપ્રિલે તેનો જવાબ આપવાનો છે. જ્યારે મામલો કોર્ટમાં પેન્ડિંગ છે, તો પછી એવી શી ઉતાવળ હતી કે ઉતાવળ 2 એક કલાકમાં ED કેજરીવાલ જીની ધરપકડ કરવા ઘરે આવી. કેજરીવાલને ગમે તે ભોગે ધરપકડ કરવા માટે મોદીજીની બેચેની દર્શાવે છે કે આજે દેશમાં મોદી માત્ર કેજરીવાલથી ડરે છે. પરંતુ તમે અરવિંદ કેજરીવાલની તેમના વિચારોને કારણે ધરપકડ કરી શકો છો." ના. અમે ન તો ઝૂકીશું કે ન વેચાઈશું, અમે મોદીજીના અન્યાય સામે લડતા આવ્યા છીએ અને લડતા રહીશું

સીએમ આવાસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત

આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકરો સીએમ આવાસ સિવિલ લાઇન્સ પહોંચી રહ્યા છે. બંને તરફના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બીજી ટીમ સીએમ આવાસ પર પહોંચી

દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, સમન્સ આપવું એ એક બહાનું છે. ED અધિકારીઓની બીજી ટીમ સીએમ આવાસ પર પહોંચી ગઈ છે. તેણે કહ્યું કે આ એક પ્રકારનો ત્રાસ છે. સમગ્ર કેન્દ્ર સરકારે પાર્ટીને કચડી નાખવા માટે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો છે. કેજરીવાલની ધરપકડ થઈ શકે પણ વિચારસરણીની ધરપકડ થઈ શકે નહીં.

સીએમ હાઉસ પાસે ફોનની સુવિધા નથી – સૌરભ ભારદ્વાજ

દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ED સીએમ કેજરીવાલના ઘરની અંદર તપાસ કરી રહી છે. હવે સીએમ હાઉસમાં કોઈને ફોનની સુવિધા નથી. અને પોલીસ ફોર્સ આવી પહોંચ્યો છે. અરવિંદ કેજરીવાલની ધરપકડ માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.





બ્રેકગ્રાઉન્ડ

Delhi Excise Policy Case:  દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDની ટીમ ગુરુવારે (21 માર્ચ, 2024) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કેસમાં પૂછપરછ માટે કેજરીવાલને અત્યાર સુધીમાં નવ સમન્સ મોકલ્યા છે, પરંતુ તેઓ એક વખત પણ હાજર થયા નથી.


નવમા સમન્સમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ગુરુવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કેજરીવાલે આ અંગે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમને અહીંથી રાહત મળી ન હતી. હાઈકોર્ટે આજે કેજરીવાલને એક્સાઈઝ પોલિસી સંબંધિત મની વેન્ડરિંગ કેસમાં શિક્ષાત્મક કાર્યવાહીથી કોઈ રક્ષણ આપવાનો ઈન્કાર કર્યો હતો.


જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને મનોજ જૈનની બેન્ચે કેજરીવાલની અરજીને 22 એપ્રિલે વધુ વિચારણા માટે સૂચિબદ્ધ કરી છે. સમન્સને પડકારતી તેમની મુખ્ય અરજી પર પણ 22 એપ્રિલે સુનાવણી થશે. વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલ એક પણ વખત ED સમક્ષ હાજર થયા નથી, અને સમન્સને રાજકીય બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું હતું.


 કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો


AAP કન્વીનર અરવિંદ કેજરીવાલને ગુરુવારે (21 માર્ચ) દારૂ નીતિ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ફટકો લાગ્યો છે. હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.


દિલ્હી હાઈકોર્ટે ઈડી પાસે જવાબ માંગ્યો


ધરપકડ પર સ્ટે આપવાનો ઈન્કાર કરતા દિલ્હી હાઈકોર્ટે ઈડી પાસે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટ હવે આ અરજીની સાથે પહેલાથી પેન્ડિંગ પિટિશનની સુનાવણી 22 એપ્રિલે કરશે. EDએ કોર્ટને પુરાવા બતાવ્યા દિલ્હી હાઈકોર્ટમાં લંચ બ્રેક બાદ શરૂ થયેલી સુનાવણી દરમિયાન EDએ કોર્ટને કહ્યું કે કયા પુરાવાના આધારે સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવી રહ્યા છે. આ સમય દરમિયાન, ન્યાયાધીશ તમામ હકીકતો સાથે તેમની ચેમ્બરમાં ગયા અને ફરીથી સુનાવણી શરૂ થઈ. EDએ કોર્ટને વિનંતી કરી હતી કે તે હકીકતો માત્ર કોર્ટ દ્વારા જ જોવામાં આવે અને તે અરવિંદ કેજરીવાલના વકીલને બતાવવામાં ન આવે. EDએ કોર્ટમાં દલીલ કરી હતી કે તે કોઈ ચૂંટણી લડી રહ્યા નથી. તેઓ ગમે ત્યારે વિપાસનામાં જાય છે પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં આવતા નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.