દિલ્હીમાં વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેના કારણે એક મહિલાએ વીજ કરંટ લાગતા જીવ ગુમાવ્યો છે.
રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં વરસાદના કારણે કેટલાક લોકોને ગરમીથી રાહત મળી છે તો કેટલાક લોકો માટે વરસાદ આફત બની રહ્યો છે. વરસાદના કારણે નવી દિલ્હીમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સાક્ષી આહુજા નામની મહિલા ગઈકાલે રાત્રે તેના પતિ સાથે ટ્રેનમાં ક્યાંક જઈ રહી હતી, જેના માટે તે રેલવે સ્ટેશન ગઈ હતી. રેલ્વે સ્ટેશનમાં વરસાદના કારણે ઈલેક્ટ્રીક વાયરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં કરંટ ચાલતો હતો. જ્યાંથી તે પસાર થતાં તેને વીજ કરંટ લાગવાથી સાક્ષી નામની મહિલાનું મોત થયું હતું.
શું છે મામલો?
સાક્ષી આહુજા નામની મહિલા સવારે 5.30 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી હતી. તેની સાથે 2 મહિલાઓ અને 3 બાળકો હતા. સાક્ષીને ચંદીગઢ જવાનું હતું. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મહિલાએ પાણીમાંથી બચવા માટે ઈલેક્ટ્રીક પોલ પકડી લીધો હતો. જેના કારણે મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. જે બાદ ત્યાં હાજર લોકોએ પણ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ તેનો જીવ ન બચાવી શકાયો.
ક્રાઈમ ટીમ તપાસ કરી રહી છે
એએસઆઈ ગાયકવાડે જણાવ્યું કે, લોકોએ જોયું કે સાક્ષી આહુજા નામની એક મહિલા બેભાન હતી, ત્યારપછી તેઓ તેને ઘાયલ સાક્ષીની બહેન માધવી ચોપટા સાથે તરત જ એલએચએમસી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યો હતો. આ પછી માધવી ચોપરાએ સંબંધિત અધિકારી પર બેદરકારીનો આરોપ લગાવીને પોતાની ફરિયાદ આપી હતી. કેસ નોંધ્યા બાદ પોલીસે એસઆઈ નસીબ ચૌહાણને તપાસ સોંપી હતી. ક્રાઈમ ટીમે ઘટના સ્થળની દરેક એંગલથી ફોટોગ્રાફી કરી હતી. એફએસએલ, રોહિણીની ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial