PM Modi on Emergency: ઈમરજન્સીની વર્ષગાંઠના અવસર પર પીએમ મોદીએ ટ્વીટ કરીને ઈમરજન્સીને લોકશાહીના કાળા દિવસે તરીકે  ગણાવ્યો છે. તો બીજી તરફ યુપી ભાજપ 25મી જૂને બ્લેક ડે તરીકે મનાવશે


ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે કે 25 જૂન, 1975 એ દિવસ છે જ્યારે દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આજે રવિવારે (25 જૂન) આ ઈમરજન્સીના 48 વર્ષ પૂરા થઈ ગયા છે. આ સ્થિતિમાં ઈમરજન્સીની વર્ષગાંઠ પર ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. જે ઈમરજન્સીના અવસર પર અડગ રહ્યા. પીએમ મોદી હાલમાં તેમના ઇજિપ્ત પ્રવાસ પર છે, જ્યાં આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. પીએમ મોદી રવિવારે રાત્રે 12 વાગ્યે ઇજિપ્તથી દિલ્હી માટે રવાના થશે.


ઈમરજન્સીની વર્ષગાંઠના અવસર પર પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, “હું એ તમામ હિંમતવાન લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો અને અમારી લોકશાહી ભાવનાને મજબૂત કરવા માટે કામ કર્યું. #DarkDaysOfEmergency એ આપણા ઈતિહાસનો એક અવિસ્મરણીય સમયગાળો છે, જે આપણા બંધારણ દ્વારા નિર્મિત મૂલ્યોની તદ્દન વિરુદ્ધ છે.











બીજી તરફ, રવિવારે (25 જૂન) ભારતીય જનતા પાર્ટી યુપીમાં 'બ્લેક ડે' મનાવશે. આ અંતર્ગત કોંગ્રેસને ઘેરવા માટે ભાજપ સરકાર ગૌતમ બુદ્ધ નગરમાં જનસભાનું આયોજન કરવા જઈ રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ જનસભાને સંબોધશે. જણાવી દઈએ કે તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીના કહેવા પર પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ભારતીય બંધારણની કલમ 352 હેઠળ ઈમરજન્સી જાહેર કરી હતી, ત્યારબાદ 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી 21 મહિના માટે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. ઈમરજન્સી લાગુ થયા પછી લોકોની સ્વતંત્રતાથી લઈને પ્રેસની સ્વતંત્રતા સુધી દરેક વસ્તુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ જ કારણ છે કે ઈમરજન્સીને ભારતીય ઈતિહાસની સૌથી કુખ્યાત ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.


oin Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial